વડોદરા(Vadodara): શહેરના કરજણ-મીયાગામ રોડ(Karajan-Miyagam Road) પર આવેલી માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ(malini kishore sanghvi homoeopathic medical college)માં અભ્યાસ કરી રહેલી અને હોસ્ટેલમાં રહેતી જામનગરની યુવતીને કારે ઠોકર મારતા કરુણ મોત નિપજયું હતું. મળતી માહિતી અનુસાર, પુણ્યદાન કરવા જતા માર્ગમાં કાળમુખો અકસ્માત(Accident) નડયો હતો. હાલમાં તો પોલીસ દ્વારા કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, કરજણ-મીયાગામ રોડ પર આવેલી માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં જામનગરની 18 વર્ષીય લેન્સી પરિમલભાઈ મહેતા છેલ્લા 5 મહિનાથી BHMSનો અભ્યાસ કરી રહી છે અને હોસ્ટેલમાં રહે છે.
તેમની બહેનપણીનો કોલેજના ચાલુ દિવસ દરમિયાન જન્મદિવસ આવતો હોવાને કારણે ત્રણ બહેનપણી રવિવારની રજા હોવાને કારણે વડોદરામાં જલારામ વૃદ્ધાઆશ્રમમાં પૂણ્યદાન કરવા જઈ રહી હતી. ત્રણેય છાત્રા કોલેજ ગેટ નજીક રોડ ક્રોસ કરવા ઉભી હતી અને આ સમય દરમિયાન કરજણ બાજુથી આવતી કાર નંબર જીજે 16 સીએસ 2704ના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી રોડ ક્રોસ કરવા ઉભેલી લેન્સીને મોતની ઠોકર મારી હતી.
જેને કારણે તેણીને ગંભીર ઇજા થઇ હતી અને માલિની કિશોર સંઘવી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન લેન્સીબેનનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.