છોકરીએ પ્રપોઝ ઠુકરાવ્યું તો માથાફરેલ આશિકે કરી નાખ્યો એવો કાંડ કે…જુઓ વિડીયો

petrol attacked by lover: સોશિયલ મીડિયા પર એક ખૂબ ચોંકાવનારો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે. જેમાં કથિત રીતે એક માથા ફરેલ આશિક ધોળા દિવસે બુરખો પહેરેલી યુવતી પર (petrol attacked by lover) પેટ્રોલ છાંટી તેને જીવતી સળગાવવાની કોશિશ કરતાં કેમેરામાં કેદ થઈ ગયો છે. સારી વાત એ છે કે રસ્તા પરથી પસાર થતા કેટલાક લોકોએ યુવકને પકડીને તેને પાઠ ભણાવ્યો હતો અને યુવતીનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના તેલંગાણાના સુર્યાપેટ જિલ્લાના હુજુરનગર વિસ્તારમાં થઈ હતી. વાયરલ થયેલ સીસીટીવી ફૂટેજમાં યુવક દ્વારા બુરખો પહેરેલી યુવતી પર પેટ્રોલ ફેંકવાના દ્રશ્યો કેદ થયા છે. તેમાં જોવા મળ્યું છે કે યુવક પહેલા ઘણા સમય સુધી હંગામો કરે છે, પછી છોકરી પર પેટ્રોલ છાંટવા લાગે છે.

વીડિયોની શરૂઆતમાં યુવક અને 2 બુરખો પહેરેલી યુવતીઓ રોડ કિનારે ઉભેલી દેખાઈ રહી છે. યુવકના હાથમાં પેટ્રોલથી ભરેલી બોટલ છે અને બંને યુવતી સાથે વાત કરી રહ્યો છે. કથિત રીતે તેણે યુવતીને ગુસ્સામાં સવાલ કર્યો હતો કે તે શા માટે તે યુવકને પ્રેમ નથી કરતી અને પછી પેટ્રોલ છાંટવાનું શરૂ કરી દે છે.

અહીંયા જુઓ વિડિયો

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટ મુજબ માથાફરેલ આશિકનું પ્રપોઝ ઠુકરાવ્યું હતું, તો તેણે પેટ્રોલ છાંટી છોકરીને જીવતી સળગાવવાની ધમકી આપી. 2 મિનિટ 14 સેકન્ડના ફુટેજમાં યુવક 2 વખત છોકરી પર પેટ્રોલ છાંટતો જોવા મળે છે. ચોકાંવનારી વાત તો એ છે કે આ તમામ વસ્તુ એક ભારે ભીડ વાળી જગ્યાએ બની હતી.

વીડિયોમાં તમે જોશો કે યુવતી માથાફરેલ આશિકની હરકતનો વિરોધ કરવા માટે તેને રોકવાની કોશિશ કરે છે. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતાં કેટલાક લોકો આવ્યા અને યુવકને તેની હરકત માટે લાફા મારી બંને યુવતીને ત્યાંથી દૂર કરી હતી. રિપોર્ટ અનુસાર યુવતી અને આ માથાફરેલ આશિક બંને એકબીજાને જાણતા હતા.