WhatsApp Theme Color Feature: મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં વોટ્સએપે તેના ઈન્ટરફેસ અને થીમમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે તેની નવી ગ્રીન કલર આધારિત થીમ iPhone યુઝર્સને દેખાવા લાગી છે પરંતુ ઘણા યુઝર્સ(WhatsApp Theme Color Feature) આ ફેરફારથી નાખુશ છે. જો તમે પણ તેમાંથી એક છો અને વોટ્સએપની થીમ તમારા મનપસંદ કલર અનુસાર સેટ કરવા માંગો છો, તો હવે તે શક્ય છે.
કલર ફીચર હજુ પણ ડેવલપમેન્ટ મોડમાં
મેટા-માલિકીની આ મેસેજિંગ એપ્લિકેશન યુઝર્સને તેમની પસંદગી મુજબ થીમ સેટ કરવાનો ઓપ્શન આપશે. યુઝર્સને તેમની પસંદગી મુજબ એપ્લિકેશનનો કલર અને ડિઝાઇન સેટ કરવા માટે નવી કસ્ટમાઇઝેશન સુવિધાઓનો લાભ મળશે. જો કે, નવી થીમ કલર ફીચર હજુ પણ ડેવલપમેન્ટ મોડમાં છે અને બીટા યુઝર્સ માટે પણ ઉપલબ્ધ નથી.
તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો?
WABetaInfo અનુસાર, આ ફીચરનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા WhatsApp એકાઉન્ટની સેટિંગ્સમાં જવું પડશે, અહીં તમને ચેટનો વિકલ્પ દેખાશે. જ્યારે તમે અહીં ક્લિક કરશો, ત્યારે યુઝરે થીમ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી વોટ્સએપ યુઝરને ડિફોલ્ટ ચેટ થીમ ઓપ્શન દેખાશે. તમે અહીં જે પણ રંગ પસંદ કરશો, તે ડિફોલ્ટ ચેટ થીમ બની જશે.
જ્યારે તમે આ થીમ બદલો છો, ત્યારે તમારી ચેટ બેકગ્રાઉન્ડ અને ચેટ બબલ બંનેનો રંગ બદલાઈ જશે. જાણકારી અનુસાર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ યુઝર્સને પાંચ કલર ઓપ્શન આપી શકે છે. તેમાં લીલો, વાદળી, સફેદ, ગુલાબી અને વાયોલેટ જેવા રંગોનો સમાવેશ થાય છે. પછીથી તેમાં વધુ રંગો ઉમેરી શકાય છે.
પાંચ પ્રીસેટ કલર કોમ્બિનેશન મળશે
યૂઝર્સની માંગને ધ્યાનમાં રાખીને એપની થીમ યુઝર પોતાની પસંદ મુજબ ડિઝાઇન અને કસ્ટમાઇઝ કરે તેવો ઓપ્શન આપવામાં આવશે. જેમાં iPhone યુઝર્સને 5 પ્રીસેટ કલરમાંથી પસંદ કરવાનો વિકલ્પ મળશે, જેની યાદીમાં લીલો, સફેદ, બ્લૂ, ગુલાબી અને જાંબલી કલરનો સમાવેશ થાય છે. બાદમાં તેમાં વધુ કલર સામેલ કરવામાં આવશે અને iOS પછી એન્ડ્રોઇડ એપમાં આ સુવિધા આપવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App