હાલ ગુજરાત (Gujarat)માં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે વરસાદ (Rain)ને કારણે ઘણી બધી દુર્ઘટનાઓ પણ સર્જાય છે. ત્યારે વધુ એક દુર્ઘટનાના સમાચાર મળી અઆવ્યા છે. ગાંધીનગર(Gandhinagar) તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
એકસાથે ત્રણ લોકોનાં મોત:
વાસ્તવમાં, મુસાફરોથી ભરેલી ગાંધીનગર તરફ જઇ રહેલી રિક્ષા પર દહેગામ તાલુકાના સોલંકીપુરા નજીક વિશાળકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં રિક્ષામાં સવાર એક યુવતી સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયાં હતા.
ઘાયલોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તેમજ રિક્ષામાં સવાર મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. એક સાથે ત્રણ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો.
શોકનો માહોલ:
મૃતકોમાં ત્રણ પૈકી બે મગોડી ગામના રહેવાસી હતા. જેમાં દેવીપૂજક હીનાબેન(18) અને બારોટ ડાહ્યાભાઇ ભલાભાઇ (65)નો સમાવેશ થાય છે. જ્યારે વાઘપુરના રહેવાસી દેવીપૂજક વિપુલ રાજેશનું પણ કરુણ મોત નીપજ્યું હતું. એક સાથે ત્રણના મૃત્યુથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.