અહીં નવા વર્ષની શરૂઆતમાં જ થયો હજારો મૃત પક્ષીઓનો વરસાદ -જાણો ક્યાંની છે અચરજ પમાડે એવી ઘટના

નવા વર્ષની શરૂઆતમાં જ હાલમાં એક આશ્વર્યજનક સમાચાર સામે આવી રહ્યાં છે. માનવ પ્રકૃતિ સાથે સતત ખિલવાડ કરી રહી છે ત્યારે વર્ષ 2020માં કોરોનાને લીધે માનવ ઈતિહાસને સંપૂર્ણ રીતે તહસ નહસ કરી દીધો છે, તેમ છત્તાં માનવ તેમાંથી કંઈ શીખ્યો નથી.

હજુ પણ પ્રકૃતિને નુકસાન પહોંચે તેવા કામ કરવામાંથી ઊંચા આવતાં નથી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ તેનું ઉદાહરણ જોવા મળ્યું હતું. ઈટલીની રાજધાનીમાં નવા વર્ષના સ્વાગત માટે રાતના ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જેને કારણે ડઝનોની સંખ્યામાં પક્ષીઓના મોત થયા છે.

રોમના ટ્રેન સ્ટેશનના ફૂટેજમાં અનેકવિધ પક્ષી જમીન પર મરેલા પડેલા જોવા મળ્યા હતાં. આ પક્ષીઓના મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પણ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોટેક્શન ઓફ એનિમલ્સ જણાવતાં કહે છે કે, એવું લાગે છે કે ફટાકડા ફોડવાને કારણે આજુબાજુના વૃક્ષ પર રહેતા હજારો પક્ષીઓના મોત નિપજ્યા છે. એવું લાગી રહ્યું છે કે, તેઓ ભયથી મરી ગયા છે.

એવું માનવામાં આવે છે કે, તેઓ ભયને કારણે એકસાથે ઉડ્યા હશે. ત્યારપછી એકબીજા સાથે અથવા તો બારી સાથે અથડાઈને તેમજ ઈલેક્ટ્રીક પાવર લાઈન સાથે અથડાઈને મર્યા હશે. સંગઠનના પ્રવક્તા લોર્ડાના ડિગ્લિયો જણાવે છે કે, આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહિ કે, પક્ષીઓ હ્રદય રોગના હુમલાથી મરી શકે છે.

આ રીતની આતશબાજી દર વર્ષે જંગલી તથા પાળેલા બંને રીતના પ્રાણીઓને સંકટમાં મૂકે છે અથવા તેમની ઈજાનું કારણ બનટું હોય છે. રોમમાં પર્સનલી કોઈ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છત્તા ત્યાંનાં લોકો આતશબાજી ફોડે છે, તેની સાથે જ કોરોના વાયરસને કારણે રાત્રે 10 વાગ્યા બાદ કર્ફ્યુ હોવા છત્તાં લોકો તેનો ભંગ કરીને આતશબાજી કરે છે.

તેનું પરિણામ પક્ષીઓના મોતના સ્વરૂપમાં સામે આવી રહ્યું છે. માનવીઓએ હવે શીખવું જોઈએ કે, જો કુદરતને હામી પહોંચાડશે તો કુદરત પણ એક અથવા તો બીજી રીતે તેનો બદલો જરૂરથી લેશે. જેના પરિણામો આપણે ગ્લોબલ વોર્મિંગ હેઠળ જોઈ રહ્યા છીએ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *