પતંગની દોરીથી મિત્રનો જીવ જતા, મિત્રોએ આ રીતે પાઠવી અનોખી શ્રદ્ધાંજલિ

ઉતરાયણ (uttarayan) માં પતંગની દોરીના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરિવારમાં તહેવારની ખુશીઓ પર માતમ છવાય જાય છે. ઉતરાયણમાં કેટલાય પરિવાર પોતાના પિતા,…

ઉતરાયણ (uttarayan) માં પતંગની દોરીના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરિવારમાં તહેવારની ખુશીઓ પર માતમ છવાય જાય છે. ઉતરાયણમાં કેટલાય પરિવાર પોતાના પિતા, ભાઈ, પતી, દીકરો અને મિત્રને ગુમાવતા હશે. એ પરિવાર પર શું વીતતી હશે તેનો આપણે અંદાજ પણ ના લગાવી શકીએ. આજે અમે તમને ભાવનગર (Bhavnagar) ની એક એવી જ ઘટના વિષે વાત કરીશું.

ભાવનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનુભાઈ કાનજીભાઈ જેઠવાનું ગયા વર્ષે પતંગની દોરીથી ગળું કપાવવાથી દુઃખદ નિધન થયું હતું. ત્યાર બાદ ભાવનગર અને પાલીતાણા સંવેદના પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વિનુભાઈને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અન્ય લોકોનો જીવ પતંગની દોરીથી ન જાય તે માટે પાલીતાણા શહેરમાં આવેલા ડૉ. આંબેડકર ચોક પર બાઈક ચાલકોને બાઈક કાઈટ ગાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અ કાર્યમાં પરિવારજનો પણ સામેલ થયા છે. આ કાર્યમાં પાલીતાણા શહેરમાં 750 થી વધુ બાઇકોમાં ગાર્ડ ફીટ કરવામાં આવ્યા હતા.

તેમ કહેવું છે કે, પતંગની દોરીના કારણે અમે અમારો મિત્ર ગુમાવ્યો છે પણ અન્ય લોકોને મોત કે ઇજા ન થાય તેથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. પોલીસ પરિવાર દ્વારા સહયોગ આપી પાલીતાણા ખાતે અલગ કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે લોકોને વિના મૂલ્યે ગાર્ડ ફીટ કરી આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *