Fire stunt viral video: આગની જ્વાળા એક વખત કોઈને પકડી લે તો તેનાથી બચવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વખત લોકો હોશિયારી બતાવવાના ચક્કરમાં એટલા બધા છાકટા થઈ જાય છે કે તેમણે મોતનો સામનો કરવો પડે છે. એવું જ કંઈક થયું વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ (Fire stunt viral video) સાથે જ્યાં છોકરાએ એવી હરકત કરી દીધી કે યમરાજ સાક્ષાત આવીને તેની સામે પ્રગટ થઈ ગયા હતા. આ વખતે તો યમરાજનો મૂડ સારો હતો, નહીં તો સીધો નરક ભેગો થઈ જાત. આ વિડિયો જોઈ તમારી આત્મા કંપી ઉઠશે.
ફુગ્ગામાં હિટ સ્પ્રે ભરી મોત સાથે રમત રમી
મસ્તી મજાકના ચક્કરમાં ઘણીવાર લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે. એવું જ કંઈક થયું છે આ છોકરા સાથે, જેણે લાપરવાહીની તમામ હદ પાર કરી દીધી. છોકરો પોતાના ઘરના દાદર પાસે ઉભો હતો અને તેના હાથમાં લાલ હીટ સ્પ્રે હતો. કોને ખબર તેને શું સુજ્યું કે તેણે સ્પ્રે એક ફુગ્ગામાં ભરી ફૂલાવવાનું શરૂ કર્યું. ફુગ્ગો ધીરે ધીરે ફૂલતો ગયો અને જોનારાને લાગ્યું કે તે ફાટી જશે, પરંતુ અસલી ખેલ તો હજુ બાકી હતો, ત્યારબાદ છોકરાએ ખિસ્સામાંથી લાઇટર કાઢ્યું.
લાઇટર કાઢી જેવો તેણે ફુગ્ગાને સળગાવ્યો અને માનો કે મોત તેની સામે આવીને ઊભું રહી ગયું. એક સેકન્ડ ના અંદર જ ગુબારામાં ભરેલો ગેસ આગની જ્વાળામાં બદલાઈ ગયો અને ભયાનક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે છોકરો દૂર ભાગી ગયો.
View this post on Instagram
લોકોએ કહ્યું કોઈ દિવસ મરી જશે
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. એવામાં સોશિયલ મીડિયા યુઝ કરતાં લોકો ભાત ભાતના રિએક્શન આપી રહ્યા છે.એક વ્યક્તિએ લખ્યું કે કોઈ દિવસ મરી જશે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે લાગે છે કે યમરાજ આજે રજા ઉપર છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે આને કોઈ જણાવો કે સૌથી દર્દના મૃત્યુ બળીને મળવું હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App