લોકો સોશિયલ મીડિયા પર ફેસબુક લાઇવ દ્વારા તેમની વાત બીજા સુધી પહોંચાડે છે. મોહાલીના નયગાંવમાં રહેતા પ્રદીપ કુમારે ફેસબુક લાઇવ પણ કર્યું હતું. પરંતુ તેણે લાઇવ દરમિયાન તેના મિત્રોની સામે પોતાને ફાંસી લગાવીને જીવ આપી દીધો. નયાગામ દશમેશ નગરમાં રહેતા 42 વર્ષિય પ્રદીપ કુમાર શુક્રવારે સવારે ફેસબુક પર લાઇવ થયા હતા. આ સમય દરમિયાન, તેણે ગળામાં દોરડું લપેટ્યું હતું, જેને પંખા સાથે બાંધવામાં આવ્યું હતું. આ પછી તેણે લાઈવમાં આવેલા મિત્રોને કહ્યું કે, “હું આત્મહત્યા કરી રહ્યો છું.” આ દરમિયાન પ્રદીપના મિત્રો તેને રોકતા રહ્યા, પરંતુ તેણે લાઈવ દરમ્યાન જ પોતાનો જીવ આપી દીધો.
પ્રદીપે આત્મહત્યા માટે તેની પત્ની, તેની બે સાળીઓ અને સાળીના પતિને દોષી ઠેરવ્યા છે. પ્રદીપે 1 મિનિટ 4 સેકંડના વીડિયોમાં તેની પત્ની અને તેની સાળીઓએ તેનું ઘર બરબાદ કરી દીધું છે તેવું જણાવ્યું હતું. તેને વધુમાં જણાવતા કહ્યું કે, તેની પાસે પાંચ લાખ રૂપિયા હતા, તે પણ આ લોકો ચોરી ગયા છે. પ્રદીપે કહ્યું કે, મારી મૃત્યુ માટે મારી પત્ની, તેની બે બહેનો અને તેમના પરિવારના સભ્યો જવાબદાર રહેશે. પ્રદીપે પણ તેના મિત્રો પ્રત્યેની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેની માતા અને બાળકોને તેમના અમૃતસરના ઘરે પહોચાડી દેજો. આ કહ્યા પછી પ્રદીપે આત્મહત્યા કરી હતી.
ફેસબુક લાઇવ ઉપર પ્રદીપ તેના ઘરની વાત સંભળાવતો રહ્યો પરંતુ તેની મદદ માટે કોઈ ઘરે પહોંચ્યું નહીં. ફેસબુક પરના મિત્રોએ ‘તું આત્મહત્યા કરીશ નહીં, તે ખોટું છે’ એમ જ કમેન્ટ કરતા રહ્યા. આ દરમિયાન ન તો કોઈએ પોલીસ બોલાવી હતી અને ન પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રદીપે 2006 માં કર્યા હતા લવ મેરેજ
પ્રદીપે 14 વર્ષ પહેલા સીમા સાથે લવ મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો પણ છે. એકની ઉંમર 12 વર્ષની છે અને બીજી 9 વર્ષની છે. સીમા આ દિવસોમાં પિયર ગઈ હતી. સીમા ગુરુવારે પરત ફરી હતી અને શુક્રવારે સવારે તેની વચ્ચે ઝગડો થયો હતો. આ પછી સીમા રોકડ અને દાગીના લઇને ઘરેથી ભાગી ગઈ હતી. પત્નીના ચાલ્યા ગયાના અડધો કલાક પછી પ્રદીપે ગળેફાંસો ખાઇ લીધો. નયગાંવના એસએચઓ અશોક કુમારે જણાવ્યું હતું કે, વીડિયો અને પ્રદીપની માતા સત્ય દેવીના નિવેદનના આધારે સીમા વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news