અમેરિકા: અમેરિકામાં રહેતા એક વ્યક્તિ પર આરોપ છે કે, તેણે તેની પ્રેમિકા સાથે ઝઘડો કર્યો અને પછી તેની હત્યા કરી હતી. ત્યારબાદ, તેણે તેની ગર્લફ્રેન્ડનો મૃતદેહ સાત મહિના સુધી ઘરમાં રાખ્યો હતો. આખરે આ માણસની ગર્લફ્રેન્ડની બહેનને આ મૃતદેહ મળ્યો, ત્યારે જ આ વ્યક્તિનો અપરાધ સામે આવ્યો હતો.
ખાનગી અહેવાલ મુજબ, મિશિગનમાં રહેતા 37 વર્ષીય મેથ્યુ લેવિન્સ્કીએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે, તેણે તેની ગર્લફ્રેન્ડ જેરી વિન્ટર્સની હત્યા કરી હતી. મેથ્યુએ કહ્યું હતું કે, ડિસેમ્બર 2020 માં તેણે તેની ગર્લફ્રેન્ડ સાથેની લડાઈ બાદ ક્લિન્ટન ટાઉનશીપમાં તેના ઘરે જેરીની હત્યા કરી હતી. જો કે, આ પછી, મેથ્યુએ જેરીનો મૃતદેહ તેના ઘરના ભોંયરામાં છુપાવી દીધો હતો અને તેના મૃતદેહની જાણ સાત મહિના પછી છોકરીની બહેનને ખબર પડી હતી. અહેવાલો અનુસાર, તે ખૂબ જઘન્ય અપરાધ હતો અને મેથ્યુએ વિન્ટર્સની પીઠમાંથી ચામડી કાઢી નાખી હતી.
આ કેસમાં ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે, વિન્ટર્સ અને મેથ્યુ થોડા સમય માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. જો કે, ગયા વર્ષે નવેમ્બરમાં, વિન્ટર્સે અલગ થવાનો નિર્ણય કર્યો હતો. મેથ્યુએ તેના મિત્રને કહ્યું હતું કે, તે આ બાબતે ખૂબ જ પરેશાન છે અને જો વિન્ટર્સે પાછો આવશે તો તેઓ તેને ઘરમાં રહેવા દેશે નહીં. જો કે, વિન્ટર્સે આવતા મહિને પાછો ફર્યો હતો. આ પછી જ બંને વચ્ચે ઝઘડો થયો અને મેથ્યુઝે વિન્ટર્સની હત્યા કરી હતી. આ બાબતે વાત કરતા પડોશીઓએ કહ્યું હતું કે, તેઓને કેટલીક અજીબ ગંધ આવતી હતી પરંતુ તેઓએ વિચાર્યું કે કદાચ કોઈ પ્રાણી નજીકમાં જ મરી ગયું હશે. મેથ્યુની પાડોશી જેકલીને કહ્યું હતું કે, કેટલીક વખત આ દુર્ગંધ ખૂબ આવતી હતી પણ મેં ધ્યાન આપ્યું ન હતું.
વિન્ટર્સના એક મિત્રએ જણાવ્યું હતું કે, ફેસબુક પર વિન્ટર્સનું નામ કોર્ટની હતું. આ દંપતી તેમના એકાઉન્ટ પરના ઘણી તસવીરોમાં ખુશ જોવા મળે છે. લેવિન્સ્કી અને વિન્ટર્સે ગયા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી અને આના સંબંધિત કેટલીક તસવીરો પણ વિન્ટર્સે પોસ્ટ કરી હતી. મેકોમ્બ કાઉન્ટી જેલના રેકોર્ડ મુજબ, લેવિન્સ્કી ધરપકડ પછી તેના પર હત્યા અને બોડી મ્યુટીલેશન આરોપ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય તેની વિરુધ ડેડ બોડી પર છેડતીનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.