બધા કપડા ઉતારી મહિલાઓના ડબ્બામાં ઘૂસી ગયો વ્યક્તિ, પછી જે કર્યું જુઓ વીડિયોમાં…

Train Viral Video: સોમવારના રોજ મધ્ય રેલ(Train Viral Video)ના એક એસી લોકલ કોચમાં હડકંપ મચી ગયો, જ્યારે એક વ્યક્તિ બધા જ કપડાં કાઢી મહિલાઓના કોચમાં ઘૂસી ગયો. જેનાબાદ મહિલાઓએ બૂમો પાડવાની શરૂઆત કરી અને ટીસીને બોલાવ્યો. એવામાં ટીસીએ આવી આગળના સેશન પર આ વ્યક્તિને ટ્રેનમાંથી બહાર ધક્કો મારી કાઢી મુક્યો હતો. આ વ્યક્તિ જે ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ થી કલ્યાણ તરફ જઈ રહી હતી. હવે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર સતત આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ઘાટકોપર(Ghatkopar) સ્ટેશનનો છે આ પૂરો મામલો
ઘાટકોપર સ્ટેશન પર સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ જ્યારે ટ્રેન રોકાય ત્યારે એક સંપૂર્ણ નગ્ન વ્યક્તિ લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયો હતો. ત્યાં હાજર રહેલી મહિલાઓએ બુમાબૂબ કરી મૂકી તે છતાં આ વ્યક્તિ ટ્રેનમાંથી બહાર ન નીકળ્યો. ત્યારબાદ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ અને મહિલાઓનો અવાજ સાંભળી લોકો પાયલેટ એ ટ્રેન રોકી દીધી. ત્યારબાદ આગળના ડબ્બામાં રહેલા ટીસીને બોલાવવામાં આવ્યો પછી ટીસીએ તેને આગળના સ્ટેશન પર નીચે ઉતારી દીધો હતો.

આ ઘટના અંગે રેલવે અધિકારીઓએ શું કહ્યું?
એવામાં આ બાબતે રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હતો અને ભૂલથી ટ્રેનમાં ચડી ગયો હતો. રેલ્વે પોલીસે તરત જ તેને પકડી લીધો અને કપડાં પહેરાવી સ્ટેશનની બહાર મૂકી આવ્યા હતા.

હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં મહિલાઓ નિર્વસ્ત્ર ઉભેલા આ વ્યક્તિને ટ્રેનમાંથી બહાર નીકળવા કહી રહી છે. વીડિયોમાં નીચે ઉતરો એવી વાતો સતત સંભળાઈ રહી છે જેમાં વ્યક્તિ દરવાજા પાસે ઉભો રહેલો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં રેલવે નો એક કર્મચારી વ્યક્તિને ધક્કો મારી બહાર કાઢતા પણ દેખાઈ રહ્યો છે.