VIDEO: પહાડ પર ફરવા ગયેલાં વ્યક્તિને સવારે ટેન્ટમાં દેખાયાં યમરાજ

Lions attack video: આજકાલ લોકોમાં પહાડ પર જવા માટેનો ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે. લોકો નાની બેગ પાછળ લટકાવે છે, કેમેરો લે અને આગળ નીકળી જાય છે. પરંતુ ઘણી વખત પહાડ પર લોકોને ખૂબ સુવિધા થાય છે, કારણ કે પહાડ પર જીવન સહેલું નથી. ત્યાંના જે મૂળ (Lions attack video) નિવાસી હોય છે તેમને તો પહાડના જીવનની આદત હોય છે, પરંતુ જે લોકો બહારથી ત્યાં આવે છે તેઓ સમજી નથી શકતા કે પહાડ પર કેવી મુશ્કેલીઓ આવશે. હાલમાં જ એક વ્યક્તિ પણ પહાડ પર ફરવા માટે ગયો અને ત્યાં જ કેમ્પ લગાવી સૂતો હતો. જ્યારે તે સવારે ઉઠ્યો તો તેને સાક્ષાત યમરાજના દર્શન થઈ ગયા હતા. હકીકતમાં તેના ટેન્ટની બહાર બે સિંહ ઉભા હતા.

Instagram એકાઉન્ટમાં આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જે ખૂબ ચોંકાવનારો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના ટેન્ટની અંદર સુતો હતો. તે પહાડ પર ફરવા માટે ગયો હતો અને રાત થતાં ટેન્ટ લગાવી ત્યાં જ સુઈ ગયો. પરંતુ જ્યારે તે સવારે ઉઠ્યો તો તેના ટેન્ટની બહાર બે સિંહ દેખાયા હતા જે ટેન્ટને ચાટી રહ્યા હતા. આ જોઈ તે વ્યક્તિની આત્મા ફફડી ઉઠી હતી.

કેમ્પની બહાર આવ્યા સિંહ
વિડીયો શેર કરતા લખ્યું છે કે તમે પહાડ પર કરવા માટે ગયા છો, ત્યાં કેમ્પિંગ દરમિયાન એવી સ્થિતિમાં ફસાઈ જાવ તો તમે શું કરશો? વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કેમ્પની બહાર 2 સિંહ દેખાઈ રહ્યા છે, જે સતત કેમ્પના પડદાને ચાટી રહ્યા છે. પડદો એટલો આછો હતો કે સહેલાઈથી સિંહને જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Brijwaasi (@manav.brijwaasi)

આ વિડીયો ક્યાંનો છે તેના વિશે જાણકારી મળી નથી. એવું બની શકે છે આ વિડીયો વિદેશનો હોય. પરંતુ દેશ હોય કે વિદેશ પોતાનો જીવતો બધાને વહાલો હોય છે.