VIDEO: આઇસક્રીમ કોનમાંથી ડ્રાયફ્રુટને બદલે નીકળી માણસની આંગળી- મુંબઈની મહિલાને જોઇને આવી ગયા ચક્કર

Mumbai Ice Cream Viral Video: જરા કલ્પના કરો કે તમે કંઈક ખાઈ રહ્યા છો અને તે ખાદ્યપદાર્થમાં માનવ અવયવ જોવા મળે છે. આ વિશે વિચારીને જ તમે હચમચી જશો. પરંતુ વાસ્તવમાં મહારાષ્ટ્રના મુંબઈમાં આવું બન્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં આઈસ્ક્રીમમાં કાપેલી માનવ આંગળી મળી આવી હતી. મળતી માહિતી મુજબ, મલાડના રહેવાસી ડો. ઓરલેમ બ્રાંડન સેરાવે યુમ્મો આઈસ્ક્રીમથી(Mumbai Ice Cream Viral Video) ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવ્યો હતો. જ્યારે તે આઈસ્ક્રીમ ખાતો હતો, ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું હતું જે બાદ ચેક કરતા તેમાં એક કાપેલી આંગળી મળી આવી હતી. બાદમાં આ અંગે પોલીસને ફરિયાદ દાખલ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

કાપેલી આંગળી મળી આવી
મુંબઈમાં એક વ્યક્તિએ ઓનલાઇન આઈસ્ક્રીમ મંગાવ્યો હતો. જેમાં તેણે જોયું કે આઈસ્ક્રીમમાં માનવ આંગળી હતી. આ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો અને તેનો ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. ઓનલાઈન શેર કરાયેલા ફોટામાં આઈસ્ક્રીમ કોનમાં માનવીની આંગળી જોઈ શકાય છે.બાદમાં તેણે ફોટો શેર કરતા કહ્યું કે પહેલા તેણે વિચાર્યું કે તે અખરોટ હોઈ શકે છે, પરંતુ સદનસીબે તેણે ખાધું ન હતું,જો કે સરખું ચેક કરતા આ માનવ આંગળી નીકળી હતી.

3 આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો
આ અંગે ભોગ બનનારએ જણાવ્યું કે “મેં એક એપ પરથી આઈસ્ક્રીમના ત્રણ કોનનો ઓર્ડર આપ્યો હતો. તેમાંથી એક યુમ્મો બ્રાન્ડનો બટરસ્કોચ આઈસ્ક્રીમ હતો. તેનો અડધો ભાગ ખાધા પછી, મને લાગ્યું કે મારા મોંમાં એક નક્કર ટુકડો છે. મને લાગ્યું કે તે કોઈ અખરોટ હોઈ શકે છે અથવા ચોકલેટનો ટુકડો, પરંતુ તેમ છતાં મેં તે શું હતું તે તપાસવા માટે તેને થુંકી નાખ્યું.

‘હું આઘાતમાં છું’
તેણે આગળ કહ્યું, ‘નક્કર ટુકડાની તપાસ કર્યા પછી હું ચોંકી ગયો. હું એક ડૉક્ટર છું તેથી મને ખબર છે કે શરીરના અંગો કેવા દેખાય છે. જ્યારે મેં તેને કાળજીપૂર્વક તપાસ્યું, ત્યારે મેં તેની નીચે નખ અને ફિંગરપ્રિન્ટ્સ જોયા. તે અંગૂઠા જેવો દેખાતો હતો.જે જોયા બાદ હજુ પણ હું આઘાતમાં છું.

પોલીસે ગુનો નોંધ્યો હતો
ડોક્ટરે તેને તરત જ આઈસ પેકમાં નાખ્યો જેથી તે પોલીસને બતાવી શકે અને મલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે યામ્મો બ્રાન્ડ વિરુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરવા અને માનવ જીવનને જોખમમાં મૂકવાનો કેસ નોંધ્યો છે. પોલીસે આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે ખાદ્ય પદાર્થોમાં શરીરના અંગોની હાજરી ખરાબ રમતની શંકા ઉભી કરે છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.