એક વાંદરાને કારણે આખા દેશમાં થયો અંધારપટ, જાણો સમગ્ર મામલો

Monkey Attack: વાંદરો એક એવું પ્રાણી છે જેની હરકતોથી બીજા લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેમની હરકતો લોકોને હસાવનારી હોય છે. તેમજ એવું પણ ઘણી (Monkey Attack) વખત થયું છે, જ્યારે તેમની મશ્કરીને કારણે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ હોય. એક વખત એક વાંદરાએ આખા શ્રીલંકામાં અંધારું કરી દીધું હતું. આવું થયું કઈ રીતે આવો જાણીએ.

એક વાંદરાની મશ્કરીને કારણે આખું શ્રીલંકા અંધારામાં ડૂબી ગયું હતું. હકીકતમાં એક વાંદરાએ મેઈન લાઈનમાં પહોંચી ત્યાં ટ્રાન્સફોર્મરમાં કંઈક ગડબડી કરી નાખી. તેને લીધે શ્રીલંકાના મોટાભાગના વિસ્તારમાં વીજળી સપ્લાય બંધ થઈ ગઈ હતી. મોટાભાગના વિસ્તારમાં અંધારું છવાઈ ગયું હતું. એન્જિનીયરોને આ બધું રિપેર કરતાં ખૂબ સમય લાગ્યો હતો.

3 કલાક બાદ કેટલાક વિસ્તારમાં આવી વીજળી
કેટલાક વિસ્તારમાં 3 કલાક બાદ વીજળી યથાવત આવી હતી. તેમજ સંપૂર્ણ રીતે પણ હજુ પણ દેશમાં વીજળી પહોંચી ન હતી. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે રવિવારે શ્રીલંકાના એક વીજળી સબ સ્ટેશનમાં વાંદરો ઘૂસવાને કારણે આખા દેશમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

રવિવારે આખા દેશમાં છવાઈ ગયો અંધારપટ્ટ
શ્રીલંકાના સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે 11:30 વાગે વીજળી ગુલ થવાની શરૂઆત થઈ હતી. જેવી વીજળી વિભાગના અધિકારી અને એન્જિનિયરોને કંઈક ગડબડી થઈ હોવાનું ખબર પડી તો તેને રિપેર કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. કેટલાક વિસ્તારમાં 3 કલાક બાદ પણ વીજળી આવી ન હતી.

મંત્રીએ પણ વાંદરાને લીધે વીજળી કપાય હોવાની પુષ્ટિ કરી
શ્રીલંકાના ઉર્જા મંત્રી કુમારા જયકોડીએ કહ્યું કે એક વાંદરો અમારા ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવી ગયો હતો. જેના લીધે આખી સિસ્ટમમાં અસંતુલન થયું હતું. આ ઘટના કોલંબોના દક્ષિણમાં બની હતી.

વીજળી પાછી લાવવા હજુ પણ પ્રયત્નો ચાલી રહ્યા છે
જોકે હજુ પણ થોડા વિસ્તારમાં વીજળી પહોંચી નથી, પરંતુ અધિકારીઓને એ ખબર નથી પડી રહી કે વીજળી સંપૂર્ણ રીતે રિસોર્ટ થવામાં કેટલો સમય લાગશે. એન્જિનરો સખત મહેનત કરી રહ્યા છે.

આ પહેલા પણ શ્રીલંકામાં આવા બનાવ્યા છે
શ્રીલંકાને 2022માં આર્થિક સંકટ દરમિયાન લાંબા સમય સુધી વીજળીની અછતનો સામનો કરવો પડ્યો હતો. બળતણની અછતને કારણે વીજળી વિભાગને પ્રતિ દિવસ 13 કલાક સુધી વીજળી કાપ કરવો પડતો હતો.