માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એક માતા પોતાના બાળકને બચાવવા માટે કોઈપણ સાથે લડવા તૈયાર છે. શું કોઈ માતા તેના બાળકને નિર્દયતાથી મારી શકે ?, તે સાંભળવા અને વાંચવામાં પણ વિચિત્ર લાગે છે. પરંતુ ક્યારેક આવા કેટલાક કિસ્સાઓ સામે આવે છે જે માતાના પ્રેમ પર સવાલ ઉઠાવીને લોકોને આશ્ચર્યચકિત કરે છે. આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માતા તેના 18 મહિનાના બાળકને નિર્દયતાથી માર મારી રહી છે.
જેણે પણ આ વીડિયો જોયો તેના રૂવાડા ઉભા થઇ ગયા. ઘણા લોકો માનતા ન હતા કે માતા કેવી રીતે દૂધ પીતા બાળકને આવી રીતે મારી શકે. વીડિયોમાં જોઈ શકો છો કે ગુસ્સે થયેલી માતા બાળકને ખરાબ રીતે મારતી હોય છે. તેને મુક્કો મારતા જોઇ શકાય છે. બાળકને નાક અને મોઢામાંથી લોહી વહી રહ્યું છે. જયારે અન્ય વીડિયોમાં બાળકનો પાછળનો ભાગ દેખાઈ રહ્યો છે જેમાં માર મારવાના કારણે તેના શરીર પર લાલ ધબ્બા પડી ગયા હતા.
22 વર્ષીય મહિલાની ઓળખ તુલસી તરીકે થઈ છે. તુલસીના લગ્ન ચાર વર્ષ પહેલા વદીવજાધન સાથે થયા હતા. બંને તમિલનાડુના મોટુર ગામમાં રહેતા હતા. તેમને બે બાળકો છે. પતિ -પત્ની વચ્ચે સતત ઝઘડા બાદ વદીવજાધનને તેમની પત્ની તુલસીને છોડી દીધી. તે પછી તુલસી તેના માતા -પિતા સાથે આંધ્રપ્રદેશમાં રહેવા લાગી.
View this post on Instagram
આ વિડીયોની પુષ્ટિ ત્રિશુલ ન્યુઝ(TRISHUL NEWS) કરતું નથી.
જ્યારે તુલસીના સંબંધીઓએ બાળકને માર મારતો વિડીયો જોયો ત્યારે તેઓએ તેના પતિ વદીવજાધનને જાણ કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ નિર્દય મહિલા ઉપરથી બાળકના બંને હાથ પકડી રહી છે. ઘટનાની માહિતી મળતાં વદીવજાધન આંધ્રપ્રદેશ પહોંચે છે અને બંને બાળકોને વિલ્લુપુરમ પોતાની સાથે લાવે છે. તે જ સમયે પીડિત બાળકના દાદા કહે છે કે તે બાળક સાથેના આવા દુર્વ્યવહારની મને જાણ નહોતી.
મળતી માહિતી અનુસાર, મહિલાના પતિની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી. નિર્દયી કળયુગી માતા સામે IPC ની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં કલમ 75 (બાળકનો દુરુપયોગ), કલમ 323 (હાથે કરીને માર મારવો), કલમ 355 (અપમાન કરવાના ઇરાદા સાથે હુમલો અથવા ફોજદારી બળ) હેઠળ FIR નોંધવામાં આવી હતી. તેની ધરપકડ બાદ તુલસીને મનોચિકિત્સક ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે આગળની તપાસ શરુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.