હાઈકોર્ટનાં ચુકાદા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી અનેકવિધ જગ્યા પરથી સામાન્ય જનતા, બિઝનેસમેન તથા સાધુ-સંતો લાખો-કરોડો રૂપિયાનું દાન આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલ પાટણના એક મુસ્લિમ દંપતીએ પણ રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે.
આ મુસ્લિમ દંપતી ડૉક્ટર છે તેમજ તેમનું નામ ડૉક્ટર હમીદ મનસૂરી તથા મુમતાઝ મનસૂરી છે. આ પાટણના આ ડૉક્ટર મુસ્લિમ દંપતીએ કુલ 1.51 લાખ રૂપિયાનું દાન શ્રીરામ મંદિરના નિર્માણ માટે આપીને સદભાવના તથા એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂર્ણ પાડ્યું છે.
આ બાબતે ડૉક્ટર હમીદ મનસૂરી જણાવે છે કે, આપણા દેશમાં અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે તેમજ અયોધ્યામાં મંદિર બનાવવાની કામગીરીની પણ શરૂઆત થઇ ગઈ છે. તમામ લોકોએ એકસાથે મળીને સંસ્કૃતિને સાચવવા માટે આ આપણા બધાની માટે ગૌરવ લેવા જેવી વાત છે.
આજથી 1 વર્ષ અગાઉ અયોધ્યા ગયા ત્યારે મેં તથા મારી પત્નીએ દર્શન કરીને નક્કી કર્યું હતું કે, જ્યારે પણ શ્રીરામ મંદિરનું નિર્માણ થશે ત્યારે અમે અમારી યથાશક્તિ મુજબ દાન આપીશું એટલે જ્યારે ટ્રસ્ટના મિત્રો અમારી પાસે આવ્યા તેમજ રામ મંદિર બાબતે દાનની વાત કરી એટલે અમે અમારાથી જે બનતું હતું તેટલું દાન આપ્યું છે.
આની માટે અઢળક નાણાનો પ્રવાહ વહી રહ્યો છે એમ છતાં પણ હું ભારતીયોને એક સંદેશો આપું છું કે, તમામ લોકો નાત-જાતનો ભેદભાવ મૂકીને પરમાત્મા એક જ છે અમે તેમના મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે આ કામ બધા લોકોએ સાથે મળીને ઉપાડી લેવું જોઈએ. જેને લીધે આપણે દુનિયાને કહી શકીએ કે, ભારતમાં જેટલી એકતા છે તેટલી એકતા બીજે ક્યાય નથી.
ડૉક્ટર હમીદ મનસૂરીના પત્ની મુમતાઝે મીડિયાની સાથે વાતચીત કરતા જણાવે છે કે, હું ભારતીય છું તેમજ તેનો મને ગર્વ છે. શ્રીરામ જન્મ ભૂમિ પર મંદિરનું નિર્માણ ખૂબ ભવ્ય રીતે થાય તે મારી અંતરની ઈચ્છા છે. અમે અયોધ્યા ગયા હતાં તેમજ ત્યાં ભગવાનની સામે માથું ટેકવ્યું ત્યારે અમે પતિ-પત્નીએ નક્કી કર્યું હતું કે, મંદિર બનવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle