કોરોનાવાયરસનું પ્રમાણ દેશમાં સતત ફેલાઈ રહ્યું છે. આ વચ્ચે ઘણા ક્ષેત્રોમાં એક સમુદાયના લોકો સાથે થઈ રહેલી દુર્ઘટના પૂર્ણ વ્યવહાર ની ખબરો પણ સતાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બ્રીજભૂષણ રાજપૂતે લખનૌ સ્થિત પોતાના ઘર પાસે એક શાક વાળા ને ભગાડી દીધો છે. આરોપ છે કે શાકભાજીવાળો મુસલમાન હતો અને હિન્દુ નામ જણાવી શાકભાજી વેચી રહ્યો હતો એટલા માટે તેને ભગાવવામાં આવ્યો.
મહોબા જિલ્લાના ભાજપી ધારાસભ્ય બ્રીજભૂષણ રાજપૂત લખનઉના ગોમતી નગર વિસ્તારમાં પોતાના ઘરે હતા.ત્યાં એક શાક વાળો આવ્યો તો તેની પાસે હિંદુ નામ જણાવી શાકભાજી વેચી રહ્યો હતો. ધારાસભ્યએ તે શાકભાજી વાળા ને ફરી ક્યારેય તેના મહોલ્લામાં ન આવવાની ધમકી આપી છે.
જણાવી દઈએ કે આ પ્રકારનો મામલો પાછલા કેટલાક દિવસોમાં સામે આવ્યો હતો, જેના પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ભાજપના નેતાઓ અને ધારાસભ્યોને આવી બયાનબાજી ન કરવા માટે કહ્યું હતું અને એક્શન લેવાની ચેતવણી પણ આપી હતી.
આના પહેલા ઉત્તરપ્રદેશમાંથી જ ભાજપના ધારાસભ્ય સુરેશ તિવારીનું એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં તેઓ લોકોને કહી રહ્યા હતા કે મુસ્લિમ લોકો પાસેથી શાકભાજી ન ખરીદો.ત્યારબાદ જે.પી.નડ્ડા એ ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ થી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને આ રીતે આપવામાં આવેલ આ નિવેદનની નિંદા કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સતત આપવામાં આવી રહેલા આ પ્રકારના નિવેદનો ને કારણે વિપક્ષ ખુબ આલોચના કરી, જે બાદ ભાજપ બેકફૂટ પર છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ વચ્ચે સતત આ પ્રકારની ઘટનાઓ જોવા મળી છે.
તેમજ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ વાતની અપીલ કરી ચૂક્યા છે કે કોર્નર સંકટમાં કોઈ પણ ધર્મના કારણે નથી એવામાં કોઇ એક વ્યક્તિ કે સમુદાયને તેના માટે જવાબદાર ગણવું અયોગ્ય કહેવાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news