WASHING UNDERWEAR IN PRAYAGRAJ: પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં અત્યાર સુધી કરોડો લોકો સ્નાન કરી ચૂક્યા છે. લોકો ભારતથી જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશમાંથી પણ આવી પોતાના પાપ સંગમના જળમાં જોઈ રહ્યા છે. મહાકુંભ શરૂ થતા પહેલા (WASHING UNDERWEAR IN PRAYAGRAJ) જ સરકારે આવનારા શ્રદ્ધાળુઓ માટે નિયમોનું એક લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં લખ્યું હતું કે પાણીમાં સાબુ અથવા શેમ્પુનો ઉપયોગ કરવાનો નથી. પરંતુ આ ભારત છે જે વસ્તુ કરવાની ના પાડી હોય તે જ પહેલા કરશે.
મહાકુંભમાં ઘણા લોકોએ પાણીમાં ઊભા રહી શેમ્પૂ અને સાબુ વડે પોતાના પાપની સાથે શરીરનો મેલ પણ ધોયો હતો. આટલું જ નહીં ઘણા લોકોએ નહાયા બાદ પોતાના ગંદા કપડાં પણ આ પવિત્ર જળમાં ધોયા હતા. ઘણા લોકો આ પ્રકારની પ્રવૃત્તિ જોઈને દુઃખી થયા છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય તેવું કહ્યું છે. એક છોકરીએ નદીમાં કપડાં જોઈ રહેલા લોકો સાથે ઝઘડતા તેમને એવું ન કરવાની સલાહ આપી. છોકરીના આ વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સાડી-પેટીકોટ ધોતા દેખાઈ મહિલાઓ
છોકરી મહાકુંભમાં સ્નાન કરવા માટે ગઈ હતી. પરંતુ ત્યાં તેને એવા નમૂનાઓ પણ જોવા મળ્યા હતા જે પાણીમાં પોતાના કપડા ધોઈ રહ્યા હતા. પવિત્ર સંગમમાં સ્નાન કર્યા બાદ મહિલા પોતાની સાડી ધોતી દેખાઈ, તો પુરુષો પોતાની ધોતીથી લઈને અન્ડરવેર પણ ધોઈ રહ્યા હતા. છોકરીએ આવા લોકોનો ખૂબ વિરોધ કર્યો. તેનો વિડીયો પણ બનાવ્યો અને ખૂબ કડકાઈથી તેમને આવું ન કરવાની ચેતવણી પણ આપી હતી.
View this post on Instagram
લોકો ગંદકી ફેલાવી રહ્યા છે
વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ ત્યાં જ ગંદકી ફેલાવી રહ્યા છે. કોઈ જગ્યાએ ફુલ ફેંકેલા જોવા મળે છે તો કોઈ જગ્યાએ બુટ-ચપ્પલનો ઢગલો જોવા મળ્યો હતો. આજ પાણીમાં લોકો ડૂબકી લગાવી રહ્યા છે. છોકરીએ વીડિયોમાં લોકોને સમજાવ્યા કે આ પાણીથી તમામ લોકો સ્નાન કરી પોતાના પાપ ધોઈ રહ્યા છે અને તમે આ પાણીને કપડાં ધોઇ ગંદુ કરી રહ્યા છો. આ વિડીયો જોઈ ઘણા લોકોએ છોકરીના વખાણ કર્યા છે તો ઘણા લોકોને આ પસંદ ન આવી હતી. ઘણા લોકોએ લખ્યું છે કે શું વડીલો સાથે આ રીતે વર્તન કરવું જોઈએ? તમે જ કમેન્ટ કરીને જણાવજો કે આ છોકરી સાચું કરી રહી છે કે ખોટું, તમારો શું વિચાર છે?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App