વલસાડ(ગુજરાત): આજકાલ રાજ્યમાં લવજેહાદ ખુબ જ વધી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં ફરી એક વખત એક વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને એક યુવતીને ફસાવી લગ્નની લાલચ આપી અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાતા હોબાળો મચી જવા પામ્યો છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ધર્માંતરણ અને લવ જેહાદ જેવા મુદ્દાઓ વધારે ચર્ચાસ્પદ બની રહ્યા છે. આથી ફરિયાદને ગંભીરતાથી લઇ વલસાડ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, ભોગ બનેલી યુવતીની ફરિયાદ મળતા જ તાત્કાલિક વલસાડ પોલીસ દ્વારા વિધર્મી યુવકની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં જે હકીકત બહાર આવી છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે, આ ષડયંત્રમાં આરોપી યુવકની પત્નીનો પણ સમાવેશ હોવાનું સામે આવ્યું છે. આથી વલસાડ પોલીસ દ્વારા વિધર્મી યુવક અને તેની પત્નીની પણ ધરપકડ કરી બંનેને સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, વલસાડ પોલીસ સ્ટેશનના એક યુવતીએ પોતાની ઓળખ ગુપ્ત રાખી અને ફરિયાદ આપી છે. જેમાં એક વિધર્મી યુવકે છેલ્લા કેટલાક સમયથી પીડિત યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ પ્રેમ સંઘાણીયા નામના એક હિન્દુ યુવક તરીકેની ઓળખ આપી હતી. તેને મુસ્લિમ પરિવારે દત્તક લીધો હોવાનું પીડિતાને જણાવી પ્રેમજાળમાં ફસાવી હતી.
આ દરમિયાન આરોપી દ્વારા પીડિતાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક દિવસ આરોપીએ યુવતીના નગ્ન વીડિયોની માંગ કરી હતી. જોકે, પીડિતાએ ના પાડતાં યુવકે પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપતા યુવતી દ્વારા આરોપીને પોતાના નગ્ન વીડિયો પણ મોકલાવવામાં આવ્યો હતો.
નગ્ન વીડિયો મળ્યા બાદ આરોપીએ પોત પ્રકાશ્યું અને પીડિતાનો નગ્ન વીડિયો વાયરલ કરી તેને બદનામ કરવા ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી શોષણ શરુ કર્યું હોવાનું સામે આવ્યું છે. આખરે પોતે કોઈ ષડયંત્રનો ભોગ બની હોવાનું ભાન થતાં પીડિતાએ હિંમત કરી પોતાની સાથે થયેલી આ બનાવ અને પોતે બ્લેકમેલિંગનો ભોગ બની રહી હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તપાસ કરતા બહાર આવ્યું કે, વિધર્મી યુવક વસીમ મન્સૂરી આ ગુનામાં તે એકલો જ નહીં પરંતુ તેની પત્ની સબનમ વસીમ મન્સૂરી પણ સામેલ હોવાનું ખુલ્યું છે. આરોપી વસીમની પત્ની સબનમે પણ પીડિતાને બ્લેકમેઇલ કરવા પીડિતાના નગ્ન વીડિયો પીડિતાના પિતા અને પરિવારજનોને મોકલી તેને બદનામ કરવાની ધાક ધમકી પણ આપી હતી.
જોકે, આખરે આ બંનેનું પાપ છાપરે ચઢીને પોકાર્યું અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ દ્વારા તાત્કાલિક ગુનાની ગંભીરતા જોતા ગણતરીના કલાકોમાં જ આરોપી યુવક વસીમ મન્સૂરી અને તેની પત્ની શબનમ મન્સૂરીની ધરપકડ કરવામાં આવી હતી અને જેલ ભેગા કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ લોકોના મોબાઇલ કબ્જે લઇ પોલીસ દ્વારા આ બંને પતિ-પત્નીએ કોઈ યુવતીઓને પણ આવી રીતે ફસાવ્યા છે કે કેમ?અને કોઈ યુવતીને બ્લેકમેલિંગનો શિકાર બનાવી રહ્યા છે કે કેમ? આ તમામ બાબતો જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.