Uttar Pradesh accident: ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં દર્દનાક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. મૃતકોમાં એક ગર્ભવતી મહિલા અને તેનો 4 વર્ષનો પુત્રનો સમાવેશ થાય છે. ત્યારે આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે(Uttar Pradesh accident) મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત બાદ મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગર્ભવતી મહિલા અને તેના 4 વર્ષના પુત્રનું મોત
વાસ્તવમાં આ સમગ્ર મામલો સૈયદપુર કોતવાલી વિસ્તારના પ્યારી બજાર પાસેનો છે. ગઈકાલે એક બસે મોટરસાઈકલ સવાર ત્રણ લોકોને જોરથી ટક્કર મારી હતી, જેના કારણે એક જ પરિવારના બે સભ્યોના મોત થયા હતા અને અન્ય એક ઘાયલ થયો હતો.
આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, ભુરકુડા પોલીસ સ્ટેશન વિસ્તારના પારસપુર ચૌરાના રહેવાસી અનિલ કુમાર તેની ગર્ભવતી પત્ની કંચન દેવી (28) અને પુત્ર આયંશ (4) સાથે મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે પિયારી બજાર પાસે એક બસ ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી.જેના કારણે થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા
ગાઝીપુર પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ગર્ભવતી કંચન દેવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દરમિયાન 4 વર્ષના આયનનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જ્યારે ઘાયલ અનિલ કુમાર સારવાર હેઠળ છે. તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતને લઈને રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ થોડા સમય માટે રસ્તો રોકી રાખ્યો હતો અને સબ-રિજનલ મેજિસ્ટ્રેટ ડૉ. પુષ્પેન્દ્ર પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક શેખર સેંગર ઘટનાસ્થળે પહોંચીને તેમને શાંત કર્યા પછી જ રસ્તો સાફ કરવામાં આવ્યો હતો.જે બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કંચન વારાણસીથી બિહાર જઈ રહેલી બસના પૈડા નીચે આવી ગઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે જ સમયે આયંશને પણ બસે ટક્કર મારી હતી. આ અકસ્માતે મૃતકના પરિવારજનોને હચમચાવી દીધા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App