ભારે વરસાદને કારણે પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, મોટી જાનહાનિ ટળી

ગોવા: દક્ષિણ ગોવામાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે શનિવારે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. રાહતની વાતએ હતી કે આ દરમિયાન કોઈને ઈજા થઈ નથી. ખરેખર, વરસાદના કારણે 01134 મંગલુરૂ જંકશન-સીએસએમટી મુંબઇ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. દુધસાગર અને સોનૌલીમ વચ્ચે આ ઘટના બની હતી.

રેલવે પ્રશાસન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારે વરસાદને કારણે દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબોલિ વિભાગના ઘાટ વિસ્તારમાં બે સ્થળોએ ભૂસ્ખલન થયું છે. 6.10 મિનિટ પર 6.20 મિનિટ પર બે સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. પ્રથમ ભૂસ્ખલન દૂધસાગર અને બીજો સોનૌલીમમાં દૂધસાગર અને કરંજોલ રેલ્વે સ્ટેશનની વચ્ચે થયો હતો.

એસડબ્લ્યુઆરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગલુરુ-મુંબઇ ટ્રેન એસડબ્લ્યુઆર પરના ડાયિવર્ટ રૂટ પર દોડી રહી હતી, ત્યારે એન્જિન અને પહેલો કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. જો કે, આ દરમિયાન કોઈને ઇજા પહોંચી ન હતી અને મુસાફરોને બીજા કોચમાં ખસેડીને ટ્રેનને કુલેમ પરત લાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *