man falls from ride video: અસમના એક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક દુઃખદાયક દુર્ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે એક યુવક ઉંચી રાઈડ પર બેઠેલો હતો અને અચાનક તે રાઈડ (man falls from ride video) પરથી નીચે પડ્યો હતો. આ ડરાવનારું દ્રશ્ય જોઈ લોકો ડરી ગયા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક આ રાઈડમાં બેઠો હતો, પરંતુ જેવી રાઈડે સ્પીડ પકડી તો યુવકની પકડ નબળી થઈ ગઈ અને તે નીચે પડી જાય છે. ત્યાં હાજર રહેલા તમામ લોકો આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોનો અવાજ સાંભળી રાઈડને તરત જ બંધ કરવામાં આવી અને ઘાયલ યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.
એડવેન્ચર સાઈડ પર ગયો હતો વ્યક્તિ
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના અસમના એક પ્રસિદ્ધ એમ્યુઝમેન્ટ પાર્કમાં થઈ હતી, તે સમયે ભારે ભીડ હાજર હતી. દુર્ઘટના બાદ પાર્ક મેનેજમેન્ટ પર લાપરવાહીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે યોગ્ય સિક્યુરિટી ન હતી અને સ્ટાફએ રાઇડ શરૂ કરતાં પહેલાં યોગ્ય રીતે તપાસ કરી ન હતી.
View this post on Instagram
વિડીયો વાયરસ થતાની સાથે જ ઇન્ટરનેટ પર પ્રતિક્રિયાઓની વણઝાર થઈ ગઈ હતી. આ વિડીયો જોઈ દરેક લોકો સ્તબ્ધ રહી ગયા છે અને લોકો પાર્ક મેનેજમેન્ટની ખૂબ આલોચના કરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App