ભાભીએ દિયરને થાંભલા સાથે બાંધી એવો માર્યો કે ઉડી ગયું પ્રાણ પંખેરુ, પછી લગાવી આગ

bhabhi dever news: બિહારના મુજફરપુરમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં જમીન વિવાદમાં પોતાના જ દીયરને કળિયુગી ભાભીએ દીકરા સાથે મળી મારી નાખ્યો અને સળગાવી દીધો હતો. પહેલા ભાભીએ દિયરને વીજળીના થાંભલા સાથે બાંધી ખૂબ માર માર્યો.(bhabhi dever news) જ્યારે વ્યક્તિનું પ્રાણ પંખીડું ઉડી ગયું, તો કેરોસીન છાંટી સળગાવી દીધો હતો. પોલીસને ઘરની પાછળ અડધું સળગેલું શરીર મળ્યું છે. મૃતકના માથામાં ઊંડો ઘા પણ હતો. મૃતક સુધીરની ભાભી નીતુદેવી અને તેના દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

હત્યાની જાણકારી મળ્યા બાદ જ્યારે ઘટના સ્થળે પોલીસ પહોંચી તો અંદર મૃતકની ભાભી નીતુદેવી સંતાયેલી હતી. જેને પોલીસે ઘટના સ્થળે જ પકડી લીધી હતી. જ્યારે નીતુનો દીકરો આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ આજુબાજુમાં લોકોને ભીડ જમા થઈ ગઈ હતી. સુધીરના પિતા રામચંદ્ર દુબેએ પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં મોટા દીકરા સંજીવ દુબેની પત્ની નીતુ દેવી અને પાંચ અજ્ઞાત લોકોના નામ લખાવ્યા છે.

આ સમગ્ર ઘટના મુજફ્ફરપુર જિલ્લાના ગજપતી ગામની છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધો છે. મૃતકની ઓળખ સુધીરકુમારના રૂપે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક સુધીર માનસિક રીતે બીમાર હતો. એક દિવસ પહેલા તેનો ઝગડો પોતાની ભાભી નીતુદેવી સાથે થયો હતો. આ પહેલા પણ કાયમ પોતાની ભાભી નીતુદેવી અને દિયર વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ પહેલા પણ ઘણી વખત મારપીટ થઈ ચૂકી છે.

ગત રાત્રે લગભગ દસ વાગ્યે સુધીર અને નીતુદેવી વચ્ચે ઝઘડો થયો અને ઘટના સ્થળે હાજર ચોકીદારએ બંનેના વિવાદને શાંત કરાવ્યો હતું. પરંતુ મોડી રાત્રે ફરી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે આ વખતે હિંસક બની હતી. આરોપ છે કે નીતુદેવી અને તેના દીકરાએ મળીને સુધીરને વીજળીના થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.

ગામના સરપંચ પ્રજ્ઞા કુમારીએ જણાવ્યું કે સુધીની હત્યા કરવામાં આવી છે. સુધીર પહેલેથી જ માનસિક રીતે બીમાર હતો અને તે નશેડી હતો. આ નશાની માટે ઘણી વખત પોતાની જમીન વેચી દેતો હતો. ઘરના લોકો તેના વિશે પૂછતા હતા તો તે તેની સાથે ઝઘડો કરતો હતો.

તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી સુશીલ કુમારે જણાવ્યું તે ગજ્પતિ ગામમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. આરોપ છે કે મૃતકને તેની ભાભીએ પહેલા માર્યો હતો અને ત્યારબાદ તેને સળગાવી દીધો હતો. મૃતકની ભાભીને ગિરફતાર કરવામાં આવી છે, જ્યારે આરોપી ભત્રીજો ફરાર છે. ફરિયાદ નોંધ લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.