માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. જામનગરની ઠેબાચોકડી નજીક આજે ગુરુવારે સવારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. કાર તથા રિક્ષા વચ્ચે જોરદાર અથડાતાં કુલ 2 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હતાં,
જ્યારે કુલ 6 લોકો ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. અકસ્માતની આ ઘટનામાં રિક્ષાનું પડીકું વળી ગયું હતું. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ પહોંચી ગઈ હતી તથા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતથી લોકોનાં ટોળાં એકત્ર થયાં :
જામનગર પાસે બાયપાસ રોડ પર આવેલ ઠેબાચોકડી નજીક કાર તથા રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં મોડપરના પ્રેમજીભાઈ તથા બીજા એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું, જ્યારે કુલ 6 વ્યક્તિને ઇજા પહોંચતાં તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જામનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. ઘટનાને કારણે લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં હતાં.
ગઇકાલે રાજકોટમાં બાઈક અને ટ્રક વચ્ચે સર્જાતાં યુવાનનું મોત નીપજ્યું :
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક ગઇકાલે કારના શો રૂમ સામે ઓવરબ્રિજ પર ટ્રકે બાઈકને અડફેટે લેતાં બિહારના સતીષકુમારસિંગનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. જ્યારે તેના મિત્રને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle