લગ્નમાંથી પરત ફરતી વેળાએ બસ અને બોલેરો વચ્ચે સર્જાયો ભીષણ અકસ્માત, 5ના મોત અનેક ઘાયલ

Bolero-Bus Accident: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બોલેરો અને બસ વચ્ચે ભયંકર કસ્માતના સમાચાર મળી રહ્યા છે. રવિવારે મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના મલ્લાવા ક્ષેત્રના કટરા બિલ્હોર હાઈવે નજીક બોલેરો જીપ અને બસ (Bolero-Bus Accident) વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર માટે હોસ્પિટલ ખશેડવામાં આવ્યા હતા.બોલેર જીપમાં જાનૈયાઓ સવાર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

લગ્ન સમારોહથી પાછા આવતા હતા….
માહિતી અનુસાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે લખનઉની હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા હતા. તમામ મૃતકો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પાછા આવી રહ્યા હતા. મૃતકોમાં સીમા દેવી(40), પ્રતિમા દેવી (32), પ્રતિભા(42), રામલલી (50), બોલેરો ડ્રાઈવર શુભમ(28) સામેલ છે.

બસ અને કારમાં સવાર હતા મહેમાનો
આ ઘટના વિશે માહિતી આપતાં અધિક પોલીસ અધિક્ષક નૃપેન્દ્ર કુમારે જણાવ્યું કે આ દુર્ઘટના મલ્લાવાન કોતવાલી વિસ્તારના ગૌરી નગરમાં થઈ હતી. અકસ્માતમાં કાર સવારના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્લાવાન કોતવાલી વિસ્તારના ગૌરી નગરમાં સવારે લગભગ 3 વાગે શિવરાજપુરથી લગ્નની જાન લઈ જતી કાર બગૌલીથી આવી રહેલી બસ સાથે અથડાઈ હતી. બસમાં લગ્નના મહેમાનો જ હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા છે, જેમની ગંભીર સ્થિતિને જોતા તેમને લખનૌ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે.

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
પોલીસે જણાવ્યું કે ઘટના બાદ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘાયલોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

જારી કરાયેલા નિવેદન અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, એવું કહેવાય છે કે મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.