સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે 22માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ હજુ પણ 100 રૂપિયાની ઉપર ચાલી રહ્યા છે. ત્યારે દેશમાં તેલની કિંમતો હજુ પણ સામાન્ય માણસની જીવનશૈલી પર અસર કરી રહી છે.
વિશ્વમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જતા કેસની અસર કાચા તેલ પર જોવા મળી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેના કારણે મંગળવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.71 ટકા વધીને 72.03 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. તે ઉપરાંત, WTI ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો પણ જોવા મળ્યો છે. WTI ક્રૂડની કિંમત 3.71 ટકા ઘટીને $68.23 પ્રતિ બેરલ થઈ ગઈ છે.
જયારે મળતી માહિતી અનુસાર આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તે ઉપરાંત ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર વેંચાઈ રહ્યું છે.
તેમજ જાણો ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ જેવા મહાનગરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણો કેટલી છે.
દિલ્હીમાં પેટ્રોલ 86.67 રૂપિયા અને ડીઝલ 95.41 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈમાં પેટ્રોલ 94.14 રૂપિયા અને ડીઝલ 109.98 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતામાં પેટ્રોલ 89.79 રૂપિયા અને ડીઝલ 104.67 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલ 91.43 રૂપિયા અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લીટર છે.
જણાવી દઈએ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. તેમજ મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.
દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કરવામાં આવે છે. તેમજ ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે છેલ્લા 15 દિવસમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરે છે. ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારાને સવારે 6 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.