સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે આજે એક એવું સામે આવ્યો છે જેમાં એક 8 વર્ષની બાળકી સાપને એવી રીતે પકડીને પોતાના હાથમાં રમાડે છે જાણે રમોકડાથી રમતી હોય. આ વીડિયો ગોંડલમાં થી સામે આવ્યો છે. ગોંડલમાં રહેતા ડૉ. લક્ષિત સાવલિયાની 8 વર્ષની દીકરી ક્રિષ્ટિનાને ભગવાને કંઇક અલગ જ બનાવી છે. ડૉ.લક્ષિત સાવલિયા ગોંડલમાં દાંતની ક્લિનિક ધરાવે છે.
આ બાળકીનું નામ ક્રિષ્ટિના છે તે માત્ર 8 વર્ષની છે. ક્રિષ્ટિના બિનઝેરી સાપને એવી રીતે પકડીને પોતાના હાથમાં રમાડે છે જાણે કોઈ રમોક્ડું હોય. જાણે તે સાપ નકલી હોય. આજે અમે તમને જણાવીશું કે ક્રિષ્ટિના કેવી રીતે સાપ સાથે રમે છે અને તેને ક્યારથી સાપ સાથે લગાવ થયો હતો. ગોંડલમાં રહેતી ક્રિષ્ટિના ધોળકિયા સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. ક્રિષ્ટિના માત્ર 2 વર્ષની ઉંમરથી જ નાગ પકડી શકે છે. અને તેથી સાથે રમે છે. ક્રિષ્ટિને પશુ, પક્ષી અને પ્રાણી પ્રત્યે ખુબજ લાગણી અને પ્રેમ છે, તેને ગમે ત્યાં સાપ કે નાગ દેખાય ત્યારે તે આરામથી રેસ્ક્યૂ કરીને એને કુદરતના ખોળે છોડી દેવામાં તેના મહારથ છે.
ક્રિષ્ટિનાએ જણાવ્યું હતું કે દુનિયામાં 4 હજાર સાપની પ્રજાતિ છે, અને તેમાંથી 300 પ્રજાતિ ભારતમાં છે અને તેમાંથી 56 પ્રજાતિ ઝેરી અને બિનઝેરી સાપ ગુજરાતમાં છે,
ઝેરી સાપમાં કોબ્રા, ક્રેટ, વાઈપર, ઓસસ્કેલ વાઈપર જેવા સાપો અને બિનઝેરી સાપમાં આંધળીચાકર, રૂપસુંદરી, ધામણ, કોમનકુકરી, વુલ્ફસ્નેક વગેરે સાપોનો સમાવેશ થાય છે.
View this post on Instagram
ક્રિષ્ટિના પિતા લક્ષિત સાવલિયાએ જણાવ્યું કે, ક્રિષ્ટિના હજુ ચાલતા પણ નહોતી શીખી ત્યારથી સેલવાળું રમકડું હોય તેમ સપને રમાડતી અને પકડતી હતી, તેના પિતાએ કહ્યું કે મેં તેને અજાણ્યા કોઈપણ સાપ કે નાગને પકડવાની સ્પષ્ટ મનાઈ કરી હતી. જયારે તે સાથે હોય ત્યારે જ ક્રિષ્ટિને સાપ કે નાગ ને પકડવાની પરવાનગી આપી હતી.
ક્રિષ્ટિના અનેક પ્રજાતિ ઓળખી શકે છે. તે રેસ્ક્યૂ કરવા પણ જાય છે. ક્રિષ્ટિના સાપ પકડીને લોકોને ભયમુક્ત કરે છે. વધુ વાત કરતા તેમના પિતાએ જણાવ્યું કે, ક્રિષ્ટિના જિલ્લાકક્ષાએ કરાટે ચેમ્પિયન છે. તે ઉપરાંત જિલ્લાકક્ષાએ કલા મહાકુંભમાં, નૃત્યમાં બીજા નંબરે હતી. ક્રિષ્ટિના રજાના દિવસે વાડી, ખેતર, કે જંગલમાં જઈને સાપ પકડવાનો શોક ધરાવે છે.
ડૉ.લક્ષિત સાવલિયાએ સાપ પકડવાની અને પર્વતારોહણની તાલીમ લીધેલી છે. ક્રિષ્ટિનાને સાપ પકડવામાં મન પિતાને જોઈને થયું હતું. અને ત્ય્હાર બાદ તે બિનઝેરી સાપને પકડતી ને રમાડતી હતી. ક્રિષ્ટિના માટે સાપ જાનવર નહીં મિત્ર છે. ક્રિષ્ટિના 20થી વધારે સાપની પ્રજાતિને ઓળખી શકે છે. ક્રિષ્ટિનાએ અત્યારસુધીમાં 100થી વધુ સાપને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે પહોચાડ્યા છે. હેર્પેટોલોજિસ્ટ એટલે કે સરીસૃપ તજજ્ઞ બને અને એમાં કરિયર બનાવે તેવી ઈચ્છા ડૉ.લક્ષિતની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.