વધુ એક હિટ એન્ડ રનની ઘટના: પૂરપાટ ઝડપે આવી રહેલી કારે મોર્નિંગ વોક માટે નીકળેલી 3 યુવતીઓને ઉડાવી

Chhattisgarh hit and run: છતીસગઢની રાજધાની રાયપુરમાંથી હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી ગાડીએ મોર્નિંગ વોક કરવા માટે નીકળેલી (Chhattisgarh hit and run) ત્રણ યુવતીઓને ઉડાવી હતી. આ દુર્ઘટના બન્યા બાદ એક યુવતીનું મૃત્યુ થઈ ગયું છે. આ સમગ્ર ઘટના તેલીબાંધા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઝડપથી આવતી કારની ટક્કર થવાને કારણે પ્રિયા સાહુ 20 ફૂટ દૂર જઈને પડી હતી. ત્યાં તેનું માથું ફાટી ગયું. આ ઘટનામાં રિયા બજારે અને લલિતા સાહુ પણ ઘાયલ થયા છે. આ ત્રણેય યુવતીઓને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ રસ્તામાં જ પ્રિયા સાહુ મૃત્યુ થઈ ગયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારની સવારે લગભગ 5:00 વાગ્યે બની હતી. યુવતીઓ તેલીબાંધા વિસ્તારમાં ગલી નંબર 5માં ભાડેથી રહેતી હતી. ત્રણેય મહિલાઓ સવારે મોર્નિંગ વાગવા માટે નીકળી હતી. તેમજ આરોપી કાર ચાલક એક લગ્ન સમારોહમાંથી પાછો ફરી રહ્યો હતો. આ દરમિયાન આરોપી અટલ એક્સપ્રેસ વે થી મરીન ડ્રાઈવ તરફ જઈ રહ્યો હતો. તેવામાં ત્રણે યુવતીઓ પણ મરીન ડ્રાઈવ તરફ મોર્નિંગ વોક માટે જઈ રહી હતી. આ દરમિયાન બ્રીજ નીચે આરોપી યુવતીઓને ટક્કર મારી નીકળી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર કારની જોરદાર ટક્કરને કારણે પ્રિયાસાહુ લગભગ ૨૦ ફૂટ દૂર જઈને પડી હતી. અને તેનું માથું ફાટી ગયું હતું. વધારે લોહી વહી જવાને કારણે હોસ્પિટલ પહોંચવાના પહેલા તેનું મૃત્યુ થઈ ગયું. જ્યારે રિયાના માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, લલિતાને હાથ પગના ભાગે ઇજાઓ થઈ હતી. બંનેનો ઈલાજ ચાલી રહ્યો છે.

ઘટના બન્યાના થોડાક કલાકોની અંદર જ પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી લીધી હતી. આરોપીનું નામ અમિત સિંહ ચૌહાણ છે જે રાયપુરમાં જ રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પાસે લાયસન્સ પણ નથી. પોલીસે હત્યા તેમજ હત્યાના પ્રયત્નો અને મોટર વહીકલ એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કુટેજમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે કાર ચાલે કે પહેલા યુવતીઓને ટક્કર મારી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.