જિલ્લામાંથી એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સ્પીડમાં આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર બાઇક સવારને દૂર સુધી ખેંચી ગઇ હતી. કારની જોરદાર ટક્કરથી બાઇક પર રાખેલ અનાજ પણ હવામાં ઉછળીને રોડ પર વિખેરાયું હતું. ત્યારે આ ભયાનક અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ખુબ જ ગતિમાં આવી રહી છે અને રોડ ક્રોસ કરી રહેલા બાઇક સવારને અડફેટે લે છે. સાથે જ તેને દુર સુધી ખેંચી જાય છે. આ ઘટના સાલેમ-ચેન્નઈ નેશનલ હાઈવે પર બની હતી અને બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ધ્રુજાવી દેતા અકસ્માતનો LIVE વિડીયો- જો આ ઘટના CCTV માં કેદ ન થઇ હોત તો કોઈ વિશ્વાસ જ ના કરેત… #તમિલનાડુ #અકસ્માત #CCTV #trishulnews pic.twitter.com/TB40RN4jjg
— Trishul News (@TrishulNews) November 8, 2022
જણાવવામાં આવી રહ્યું છે કે બાઈક પર સવાર યુવકનું નામ મુથુસ્વામી છે. તે મડાવચેરી ગામથી વેલુ વિરુધાચલમ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો. હાઈવે ક્રોસ કરતી વખતે સ્પીડમાં આવી રહેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ કારચાલક ફરાર થયો હતો.
માહિતી મળતાની સાથે જ ચિન્નાસલેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક મુથુસ્વામીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે કલ્લાકુરિચી સરકારી મેડિકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. CCTV ના આધારે થયેલી પોલીસ તપાસમાં કાર ચાલકની ઓળખ વેંકટેશન તરીકે થઈ છે. આરોપી વેંકટેશન પુડુચેરીનો રહેવાસી છે. હાલ તો તે ફરાર છે પરંતુ પોલીસ તેને શોધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.