હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેને કારણે રાજ્ય સરકાર દ્વારા શાળા-કોલોજોમાંથી ઓનલાઈન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અવાર-નવાર વિદ્યાર્થીના આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સૂરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સૂરતના પાંડેસરા વિસ્તાર (Pandesara Area)ની ધોરણ-10 (Std.10)ની વિદ્યાર્થિની (Student)એ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ ફોન (Mobile Phone)ના અભાવે ભણવામાં યોગ્ય રીતે ધ્યાન નહીં આપી શકતા તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓનલાઇન અભ્યાસને લઈ ચિંતિત વિદ્યાર્થીની હતી. એટલું જ નહીં, અભ્યાસમાં વિદ્યાર્થીની કમજોર હતી. પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીનીની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.
સુરતમાં આવેલ પાંડેસરા વિસ્તારમાં આવેલ ક્રિષ્ણાનગરમાં રહેતી આકાંશા શિવશંકર તિવારી (ઉ.વ.14) ઘર નજીક આવેલી શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. દરમિયાન રવિવારે સવારે છ વાગ્યાના અરસામાં તેણીની ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આકાંશાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પાંડેસરા પોલીસ જણાવી રહી છે.
મૃતક આકાંશાના પિતા શિવશંકર મૂળ યૂપી, ફેજાબાદના વતની છે. તેમને સંતાનમાં બીજી બે પુત્રી અને એક પુત્ર છે. તેઓ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. આકાંશાના અણધાર્યા પગલાંથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. મૃતક આકાંશાના પિતા શિવશંકર તિવારીએ જણાવ્યું હતું કે, અભ્યાસના મુદ્દે તેણીને શાળામાંથી ફોન આવતો હતો. દરમિયાન શનિવાર આકાંશા શાળાએ ગઈ હતી. જ્યાં તેણીને ઓનલાઈન ક્લાસ બાબતે પુછવામાં આવ્યું હતું.
આકાંશાએ ફોન પિતા પાસે રહેતો હોય ભણવામાં ધ્યાન નહીં આપી શકાતું હોવાનું કહ્યું હતું. મોબાઈલ ફોનના અભાવે ભણવામાં યોગ્ય રીતે ધ્યાન નહીં આપી શકતા નાસીપાસ થઈ જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle