સુરતમાં અવાર-નવાર પોલીસ કર્મીઓ તોડપાણી કરતા જોવા મળે છે. લાંચ લેતા પણ LCBની ટીમ ઝડપી પાડતી હોય છે. ત્યારે ફરી એક વખત સુરતના ઉમરા પોલીસ મથકના પોલીસ કર્મી પર અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુરત શહેરના વેસુ હેપ્પીહોલ માર્ક કોમ્પ્લેક્ષના પાર્કિગમાં દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર માર્યા બાદ લાલ કલરની સ્વીફ્ટ કારમાં યુવકને ઉપાડી જવાના કેસમાં એક પોલીસ કર્મી સહિત બે સામે અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરાયો છે. ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સામે એના જ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતના ઉમરા પોલીસ મથકના પોલીસ કર્મી વિલેશ ફતેસિંહ અને એક અન્ય ખાનગી ઈસમ પર પોતાના જ પોલીસ મથક માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિલેશ ફતેસિંહ અને એક અન્ય ખાનગી વ્યક્તિએ ફરિયાદી પાસેથી દારૂ પીધેલા નો કેશ નહિ કરવા માટે તોડ કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મી વિલેશ ફતેસિંહ અણી મંડળીએ યુવકને સ્વીફ્ટ કારમાં બેસાડી રોકડ પાંચ હજાર અને ગુગલ પેથી પચ્ચીસ હજાર મળી 30 હજાર પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ ઉમરા પોલીસે લૂંટ અને અપહરણના ગુનામાં વિલેશ ફતેસિંહની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.
સ્વીફ્ટ કારમાં બેસાડી રોકડ 5 હજાર અને ગુગલ પે થી 25 હજાર આમ કુલ 30 હજાર રૂપિયાનો તોડ કરવામાં આવ્યો. ઉમરા પોલીસ એ લૂંટ અને અપહરણ નો ગુનો નોંધી કરી અટકાયત કરવામાં આવી છે. જે બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિંહ અને તેની સાથેના વ્યક્તિ સામે ગુનો અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીરવ સોની (ઝેરોક્ષની દુકાન માલિક) રહે, ભટાર શિવનગર એ જણાવ્યું હતું કે, ગત.તા.3 જુલાઈ શનિવારના રોજ રાત્રિના સમય હું વેસુ હેપ્પી હોલ માસ કોમ્પલેક્ષ ખાતે આવેલા પાનના ગલ્લા ઉપર સિગારેટ પીવા બેસેલો હતો. તે સમયે હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિંહ એક વ્યક્તિને સાથે બેસાડી લાલ કલરની સ્વીફ્ટ કારમાં આવ્યો હતો. ત્યારબાદ અમોને હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિહે તેની સાથેના વ્યક્તિની મદદગારીથી અમને પોતાની કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.