અધૂરા મહીને જન્મેલા બાળકનો અને માતાનો 108ની ટીમે એવી રીતે જીવ બચાવ્યો કે…- જાણી તમે પણ ગદગદ થઇ જશો

હાલમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના મોટા આાબલા ગામના રહેવાસી ફીરોઝાબેન અકબર ભાઇ હલાણી નામના સર્ગભાને તા.23ના બપોરે 13ઃ30 વાગ્યે ડિલિવરીનો દુ:ખાવો થતા 108માં ફોન કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ખંભાળિયા જામનગર હાઈવે પર જાખર ગામના પાટિયા નજીક ફરજ પરના 108ના EMT મનિષ પરમાર તથા પાયલોટ મિલન કેશવાલા સહિતની ટીમ દ્વારા સ્થળ પર પહોચી દર્દીની તપાસ કરતા મહિલાને સાડા સાત મહિનામાં અઘુરા મહિનાની પ્રસુતિની પીડા વધી જતા ડીલેવરી દર્દીના ઘર પર જ કરાવવી પડે એમ હોવાથી ડિલેવરી કરાવવામાં આવી હતી.

જે ફક્ત 1.5 કિલોના વજનના બાળકના ગળામાં ગર્ભ નાળ વીંટાયેલસ હોવાથી બાળક સિરિયસ હતું. હદયના ધબકારા ઓછા અને હૃદય પણ ઠંડુ પડી ગયેલુ હતું જેથી વિલંબ કર્યા વગર કુત્રિમ શ્વાસ આપ્યા બાદ બાળકે શ્વાશ લીધો હતો અને ફરીથી હદયના ધબકારા ચાલુ થયા હતા.

આમ, નવજાતબાળકને પુનર્જીવન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળક અને માતાને ખંભાળિયાની જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં માતા અને બાળકને દાખલ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, માતા અને બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *