ઝઘડિયાના હરીપુરા નજીક કાર અને મોપેડ વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત; 1નું ઘટના સ્થળે જ મોત

Bharuch Accident: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રોડ એક્સિડન્ટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગના કેસમાં બેફામ વાહન ચાલકોના લીધે અકસ્માતો થયાનું સામે આવે છે. ત્યારે ભરૂચમાં આજે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા(Bharuch Accident) ગામ પાસે પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારતા મોપેડ ચાલકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હોવાનું સામે આવ્યું છે.જયારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવામાં અબિયો હતો.

યુવકનું ઘટનાસ્થળ પર જ મોત
આ અંગે મળતી માહિતી મુજબ, ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ નજીક રાજપારડી તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે મોપેડ સવાર બે લોકોને અડફેટે લીધા હતા.ત્યારે આ નિર્દોષ લોકોને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

જયારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.આ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ અકસ્માત અંગે પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરી હતી,ત્યારે પોલીની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવાર શોકમાં ગરકાવ
અકસ્માત એટલો ભયંકર હતો કે, કારની ટક્કર લાગતાં જ મોપેડ સવાર બે લોકો હવામાં ફાંગોળાયા હતા,તેમજ આ દ્રશ્યો નજરે જોનારા રાહદારીઓ હચમચી ગયા હતા.અકસ્માતને લીધે ભરુચ હાઇવે ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને એક યુવકના મોતના પગલે તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.

ગઈકાલે પણ એક 9 વર્ષીય બાળકનું મોત થયું
ગઈકાલે પણ અકસ્માતની ઘટના ભરૂચના એબીસી સર્કલ પાસે બની હતી. જ્યાં એક બેફામ જઈ રહેલા ટ્રક ડ્રાયવારે એક્ટિવાને ટક્કર મારી હતી. મહિલા અને બાળક એક્ટીવા પર સવાર થઈ જઈ રહ્યા હતા તે જ સમયે આનંદ હોટલ સામે ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ટ્રકની અડફેટે આવતા એક્ટીવા ચાલક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે, અકસ્માતમાં ટ્રકની અડફેટે 9 વર્ષના બાળક હેનીલ ધર્મેશ કાપડિયાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.