પતિ પત્ની વચ્ચે થઈ ભયંકર લડાઈ, મહિલાએ માર્યો એવો ધક્કો કે અગાસી પરથી પડી ગયો પતિ

Husband wife fight: કહેવાય છે કે પતિ પત્ની પત્નીનો ઝઘડો ચાર દીવાલની અંદર થાય તો સારું હોય છે, પરંતુ જ્યારે આ વાત જાહેરમાં બને છે, તો તે જોઈને લોકો હેરાન રહી જાય છે. આમ તો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હો તો તમને પણ ઘણા આ પ્રકારના વિડીયો (Husband wife fight) જોવા મળતા હશે, પરંતુ આજકાલ એક અલગ વિડીયો સામે આવ્યો છે. જ્યાં લડાઈ કરતા કરતા પત્નીએ પોતાના પતિને અગાસી પરથી ધક્કો મારી દીધો અને તે નીચે પડી ગયો.

આમ જોવા જઈએ તો દંપત્તિ વચ્ચે ઝઘડો વધતા બંનેના સંબંધ વચ્ચે તિરાડ આવી જાય છે, પરંતુ હાલમાં જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેને જોઈ તમે પણ આશ્ચર્યમાં પડી જશો. આ વીડિયોમાં પતિ પત્ની અગાસી પર લડતા દેખાઈ રહ્યા છે અને જોતા માં વાત એટલી બધી આગળ વધી જાય છે કે પત્ની પોતાના પતિને ધક્કો મારી દે છે. ત્યાં આસપાસના જોનારા પણ આચાર્યમાં પડી જાય છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પહેલા એક પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થાય છે, પછી અચાનક મહિલાને કોણ જાણે શું થયું કે સીધો તે પોતાને પતિને ધક્કો મારી દે છે. જેનાથી તે નીચે પડી જાય છે. જોકે સારી વાત એ હતી કે અગાસીની ઠીક નીચે બનેલી ઝૂંપડીએ તેને બચાવી લીધો, નહીં તો નીચે પડનાર પતિને ગંભીર ઇજાઓ પહોંચી શકતી હતી. આ સમગ્ર ઘટનાને નજીકમાં રહેલા વ્યક્તિએ કેમેરામાં રેકોર્ડ કરી લીધી. જે હવે લોકો વચ્ચે ઝડપથી વાઇરલ થઈ રહી છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેના પર લોકો ખૂબ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આવી રીતે કોણ લડે?, તેમજ બીજા વ્યક્તિએ કહ્યું કે લોકો લાઇક અને વ્યુ મેળવવા માટે હવે શું પોતાના જીવ સાથે રમશે?. અનેક વ્યક્તિએ લખ્યું કે વિડિયો તો છવાઈ ગયો પરંતુ હવે તો જણાવો કે આખરે આ આટલી ભયંકર લડાઈ શા કારણે થઈ હતી?