Jammu Kashmir: કાલે એટલે કે રવિવારે જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir) પૂંછમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરી રહ્યા હતા તેવું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે.મળતી માહિતી અનુસાર,સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર માર્યો છે, જ્યારે અન્ય એક આતંકી ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે.આ પહેલા પણ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આપણા સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં રવિવારે રાત્રે આશરે 2 વાગ્યે આતંકીઓએ LOC પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અને બીજી તરફ સુરક્ષા દળોને આ અંગેનો સંકેત મળ્યો અને તેમણે ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર માર્યો. આ ફાયરિંગમાં અન્ય એક ઘુસણખોર ઘાયલ થયો હતો જેની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
#UPDATE | J&K: Infiltration bid foiled in Poonch, in a joint operation by Indian Army and J&K Police in the early hours today. Two terrorists were engaged by the joint teams of the Indian Army and J&K Police. One terrorist fell down immediately, and the second terrorist tried to… https://t.co/BlKMKtcv22
— ANI (@ANI) August 7, 2023
શુક્રવારે ભારતીય સેનાના ત્રણ જવાન થયા હતા શહીદ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે તારીખ 04 ઓગસ્ટ આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે, આતંકવાદીઓને શોધવા માટે આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી.
ત્યારપછી સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું, ત્યારપછી જવાનોએ ક્રોસ ફાયરિંગ કર્યું અને આ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. તેઓએ જણાવ્યું કે, ફાયરિંગની આ ઘટનામાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેઓના મૃત્યુ થયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube