ત્રણ વર્ષ સુધી પારિવારિક હિંસાનો શિકાર પતિને છૂટાછેડા આપી નવી શરૂઆત, આજે છે એક પોલીસ અધિકારી

એક સમય એવો હતો જ્યારે કેરળના કોઝીકોડ ની રહેવાસી નૌજીશા દરરોજ મારપીટ અને અપમાનનો સામનો કરતી હતી. તે સમયગાળા દરમિયાન તે માનસિક રીતે ખૂબ નબળી પડી ગઈ હતી અને પોતાના લગ્નજીવનથી કંટાળી ચૂકી હતી. તે એટલી હદ સુધી કંટાળી ગઈ હતી કે તેણે આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી. પરંતુ આજે 32 વર્ષીય નૌજીશા એક પોલીસ અધિકારી છે અને ઘણી બધી મહિલાઓને પ્રેરણા પણ આપી છે.

તેણીએ એમસીએ કર્યું છે અને લગ્ન પહેલા એક લેક્ચરર તરીકે પણ કામ કર્યું હતું. પછી 2013માં તેના લગ્ન થયા અને લગ્ન થતાં ની સાથે જ તેના જીવનમાં મુશ્કેલીઓ આવવાની શરૂ થઈ. લગ્ન થયા બાદ પણ તે નોકરી કરવા માંગતી હતી. લગ્ન પહેલાં તો તેના પતિએ તેને નોકરી માટે હા પાડી હતી પરંતુ લગ્ન થયા બાદ નૌજીશા ને ઘરમાંથી બહાર જવા પર મનાય કરવામાં આવી.

તેણે તેના પતિની વાત માની લીધી. પરંતુ સમય જતા તેને અનુભવ થયો કે તેના લગ્ન કોઈ સાંકળથી કમ નથી. પતિ વાતે વાતે તેને માર મારતો હતો જોકે તેણીનો પરિવાર તેની સાથે હંમેશા ઉભો હતો અને ઘરે પાછા ફરવા માટે પણ કહ્યું પરંતુ તેણીએ સમાજના ડરથી પોતાના પતિના ઘરે જ રહી.

એક વર્ષના દીકરાને સાથે લઈ ભર્યું મહત્વનું પગલું અને બની પોલીસ અધિકારી
વર્ષો સુધી આ લગ્ન જીવન માં રહ્યા બાદ તેણીની હિંમત એકદમ 0 થઈ ગઈ હતી અને તેણે ઘરની સામેના ભાગમાં આવેલા કુવામાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કુવા પાસે જતા જ તેના પગલાઓ થંભી ગયા અને તેણે પરિસ્થિતિનો સામનો કરવાનું નક્કી કર્યું.

વર્ષ 2016 માં ત્રણ વર્ષ સુધી મારપીટ સહન કર્યા બાદ તેણે પોતાના એક વર્ષના દીકરા સાથે તેના પતિ નું ઘર છોડી દીધું. આ નિર્ણય માં તેના માતા પિતાએ પણ તેનો સહયોગ કર્યો. છૂટાછેડા થયા બાદ તેણીએ પોતાના જીવનમાં આગળ વધવાનું નિર્ણય કર્યો અને ફરી વખત લેક્ચરની નોકરી શરૂ કરી. તે સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરી રહી હતી.

તેણીએ કેરળ પોલીસમાં સ્પેશિયલ ભરતી માટે પરીક્ષા આપી અને સફળતા મેળવી. તે પરીક્ષા પાસ કર્યા બાદ સિવિલ પોલીસ ફોર્સમાં જોડાઈ ગઈ. આજે તેણે પોતાની મહેનત અને જુનથી કેરળમાં પોલીસ અધિકારી તરીકે સેવાઓ આપી રહી છે અને લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી પોતાના શિરે ઉઠાવી છે. આ સાથે જ તેણીએ પોતાના જીવન દ્વારા અન્ય બીજે મહિલાઓને પણ નારી શક્તિ નો પરિચય કરાવ્યો છે.