દાંત સાફ કરી રહી હતી મહિલા, એક નાનકડી ભૂલના કારણે આખું બ્રસ પેટમાં ઘુસી ગયું અને પછી…

સાઉદી અરેબિયામાં, એક મહિલાના પેટ માંથી ટૂથબ્રશ નીકળી આવ્યું હતું. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બ્રશ ગળી ગયેલી મહિલાની સારવાર મક્કાની ‘એવન નૂર હોસ્પિટલમાં’ કરવામાં આવી હતી. પેટમાંથી ટૂથબ્રશ બહાર કાઢ્યા પછી મહિલાએ જણાવ્યું કે, તેના પેટમાં ટૂથબ્રશ કઈ રીતે ગયું હતું.

જાણવા મળ્યુ છે કે, આ મહિલાની ઉંમર 20 વર્ષ હતી. તેણે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ડોકટરોને જણાવ્યું કે તે બ્રશ કરતી વખતે અચાનક ટૂથબ્રશ ગળી ગઈ હતી. દર્દીએ કહ્યું કે બ્રશ અચાનક લપસી ગયું અને તેના ગળામાં પહોચી ગયું. તેણે બ્રશને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભૂલથી તે પેટ તરફ લપસી ગયું. અને આખેઆખું બ્રસ પેટમાં ગયું હતું.

આ ઘટના બાદ આ મહિલા તરત જ તબીબની મદદ માટે પહોચી હતી, અને ત્યાં એક્સ-રે અને સીટી સ્કેન કરવામાં આવ્યા હતા. આ પછી, ડોકટરો જરાક પણ રાહ જોયા વગર ઓપરેશન થીએટર માં લઇ ગયા અને માત્ર 20 મિનિટમાં જ ગેસ્ટ્રોએંટોરોલોજિસ્ટ ડો.મહમદ ફૌઝીની ટીમે ગેસ્ટ્રોકોપી દ્વારા મહિલાના પેટમાં ટૂથબ્રશ શોધી કાઢ્યું.

હોસ્પિટલની તબીબી સેવાના સહાયક નિયામક ડો.મોતલખ અલ માલકીએ જણાવ્યું હતું કે, ટૂથબ્રશ મહિલાના પેટમાંથી સફળતાપૂર્વક દૂર થઈ ગયું છે અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.

તમને જણાવીએ કે, આ ઘટના પહેલી વાર નથી બની, અરૂણાચલ પ્રદેશમાં પણ થોડા મહિના પહેલા 39 વર્ષીય વ્યક્તિ 19 સે.મી. લાંબી ટૂથબ્રશ ગળી ગયો હતો તેવું જાણવા મળ્યું હતું. 24 કલાકની સખત મહેનત પછી ડોકટરોની ટીમે પેટમાંથી ટૂથબ્રશ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *