ધ્રુજાવી દેતો વિડીયો: જનમદિનના જશ્નમાં જીવતો સળગ્યો ‘બર્થડે બોય’ – નાનકડી ભૂલ આજીવન યાદ રહેશે

ઘણીવાર નાની એવી ભૂલ જિંદગી બરબાદ કરી શકે છે, હાલ આવી જ એક ઘટના મહારાષ્ટ્રના અંબરનાથ માંથી સામે આવી છે. આજના યુવાનો, મજા માટે કંઈપણ…

ઘણીવાર નાની એવી ભૂલ જિંદગી બરબાદ કરી શકે છે, હાલ આવી જ એક ઘટના મહારાષ્ટ્રના અંબરનાથ માંથી સામે આવી છે. આજના યુવાનો, મજા માટે કંઈપણ કરી શકે છે. પરંતુ નાની એવી ભૂલ તેમના માટે મોતનું કારણ બની જાય છે. જન્મદિનના દિવસે જ ‘બર્થ ડે બોય’ સળગી ઉઠયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જન્મ દિવસ દરમ્યાન નાની એવી ભૂલથી બર્થ ડે બોય આગની ઝપેટમાં આવી ગયો હતો અને ગંભીર રીતે દાઝી ગયો હતો. રાહુલ નામના યુવકનો મંગળવારના રોજ જન્મદિવસ હતો, તે દરમિયાન રાતના સમયે તેના મિત્રો સાથે ઉજવણી કરી રહ્યો હતો. રાહુલને સરપ્રાઈઝ આપવા, તેના મિત્રો ઇંડા અને લોટ લઈને આવ્યા હતા. પરંતુ રાહુલને નહોતી ખબર કે, જન્મદિવસની ઉજવણી તેને ખૂબ જ મોંઘી પડશે.

બેદરકારીને કારણે સર્જાય ઘટના
મિત્રો દ્વારા યોજવામાં આવેલી આ પાર્ટીમાં, બડે બોય રાહુલે જેવી કાપી, તેના મિત્રોએ તેના મોઢામાં સળગતી કેન્ડલ મૂકી દીધી હતી. ત્યારબાદ મિત્રોએ મોઢા પર ઈંડા ફેક્યા અને લોટ નાખ્યો. જેના કારણે મોઢામાં રહેલી સળગતી કેન્ડલના કારણે, ભયંકર આગ પકડી લીધી હતી. અને રાહુલ નુ શરીર દાઝી ગયું હતું. ઘટના સર્જાતા જ લોકો એ જેમ તેમ કરીને આગ પર કાબુ મેળવ્યો અને તાત્કાલિક રાહુલને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો.

નાનકડી ભૂલ આજીવન યાદ રહેશે
લોટ એક જલનશિલ પદાર્થ કહેવાય છે. રાહુલના મોઢામાં રહેલી કેન્ડલમાંથી નીકળેલા તણખલાંને કારણે રાહુલ સળગી ઉઠયો હતો. રાહુલ પર લોટના નાખનાર મિત્રે જ રાહુલને હોસ્પિટલ ભેગો કર્યો હતો. રાહુલને બીજી કોઈ ગંભીર ઇજાઓ તો નથી થઈ, પરંતુ સ્વસ્થતા ખાસ્સો સમય લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *