‘India’s Got Talent’ માં પહોચ્યો રાજકોટનો નવયુવાન- એવું કરી બતાવ્યું કે, મોઢામાં આંગળા નાખી ગઈ શિલ્પા શેટ્ટી

હાલ દેશમાં ઘણા એવા રિયાલિટી શો ચાલી રહ્યા છે, જેના કારણે દેશના ખૂણે ખૂણેથી નવું નવું ટેલેન્ટ લોકો વચ્ચે આવી રહ્યું છે. થોડા સમય પહેલાં જ શરૂ થયેલા ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ (India’s Got Talent) માં દેશના ખૂણા ખૂણા માંથી યુવાનો પોતાનું ટેલેન્ટ લઈને આવી રહ્યા છે. ત્યારે રાજકોટના એક નવયુવાને ‘India’s Got Talent’ માં જઈને એવા કરતબ કર્યા હતા કે, શિલ્પા શેટ્ટી સહીત દરેક જોનારાઓ મોઢામાં આંગળા નાંખી ગયા હતા.

સચિન નિમાવત નામના યુવકનું India’s Got Talent માં સિલેક્શન થયું હતું. સચિનના ટેલેન્ટ ની વાત કરીએ તો, સચિન કોઈપણ જગ્યાએ ‘હેન્ડસ્ટેન્ડ’ (હાથના સહારે ચાલવું) કરી શકે છે. પછી ભલેને એ દીવાલ હોય, રેલિંગ હોય, બ્રિજ હોય કે પછી દોરડું… સચિન દરેક જોખમી જગ્યાએ ઊંધો થઇ હાથ દ્વારા સરળતાથી ચાલી શકે છે.

સચિને માત્ર સાત ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. એક સમયે સ્કૂલની ફી ભરવાના પણ ફાંફા પડતા હતા, ત્યારે પરિવારની જવાબદારી સંભાળી પાનની દુકાન પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે સોશિયલ મીડિયા પર સચિને પોતાના કરતબના વીડીયો મૂક્યા ત્યારે ખૂબ જ ફેમસ થયો હતો. સોશિયલ મીડિયા પર વિડીયો જોઈને ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ એ પણ સચિન નો સંપર્ક કરી તેનું સિલેક્શન ફાઇનલ કરી નાખ્યું હતું.

રાજકોટના યુવાને India’s Got Talent માં જઈને એવા કરતા કર્યા હતા કે, જોનારાના હોશ ઉડી ગયા હતા. સચિન જણાવતા કહે છે કે, India’s Got Talent માં જવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. એકવાર તો એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે પાણીનો ગ્લાસ પણ ઊંચકી શકતો નહોતો. તેમ છતાં દિન રાત મહેનત કરી સચિને, દરેક મુશ્કેલીઓનો સામનો કરી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પહોંચ્યો હતો.

સચિન નું સ્વપ્ન છે કે, ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જઈને, તેના દેશનું નામ રોશન કરે… સાથોસાથ ‘India’s Got Talent’ સુધી પહોંચવાનું સચિન નું સ્વપ્ન છે. સચિન અન્ય માતાપિતાને જણાવતા કહે છે કે, શારીરિક ધોરણને ધ્યાનમાં લઇને તમારા બાળકોને કોઈ પણ એક રમતમાં ચોક્કસ ભાગ લેવડાવો. ફિઝિકલ એક્ટિવિટીથી તમારા બાળકોમાં શારીરિક જ નહિ, પણ માનસિક રીતે પણ ઘણો ફાયદો થશે. સાથોસાથ તેમનામાં આત્મવિશ્વાસ, ખેલદિલી અને સ્પોર્ટ્સમેનશિપ પણ આવશે, આ દરેક વસ્તુઓ જીવનમાં આગળ વધવા માટે ખુબ જરૂરી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *