Gangotri National Highway Accident: ગંગોત્રી નેશનલ હાઈવે પર ડીએમ સ્લાઈડ ગંગનાની પાસે, એક બાઇક બેકાબુ થઇ હતી અને લગભગ 150 મીટર ઊંડી ખાઈમાં પડી હતી. ત્યારે આ અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જે બાદ આ અંગે માહિતી મળતા પોલીસ અને SDRFના જવાનોએ બંનેના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢ્યા હતા, જેમને જિલ્લા હોસ્પિટલમાં(Gangotri National Highway Accident) મોકલવામાં આવ્યા હતા. એક મૃતક પાસેથી મળેલા આઈડી કાર્ડ પરથી જાણવા મળ્યું છે કે તે આર્મીમાં મેજર હતો.
સુરતના યુવકનું ખાઈમાં પડવાથી મોત
મળતી માહિતી મુજબ, સોમવારે બપોરે લગભગ 12:55 કલાકે ગંગોત્રી હાઈવે પર ડીએમ સ્લાઈડ પાસે એક બાઇક બેકાબુ થઈ ગઈ અને રોડથી લગભગ 150 મીટર નીચે ઊંડી ખાઈમાં પડી ગઈ. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ભારે જહેમત ઉઠાવી અને સ્થાનિક લોકોની મદદથી બંનેના મૃતદેહને નાળામાંથી બહાર કાઢીને રોડ પર લાવ્યા હતા.
અન્ય યુવક આર્મીમાં મેજર હોવાનું બહાર આવ્યું
મૃતકોની ઓળખ પારસી મહોલ્લા, ઈન્દોરના રહેવાસી અંબિકા પ્રસાદ મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા (47) અને સુરત, ગુજરાતના રહેવાસી અશ્વિનભાઈના પુત્ર કાછડિયા મીત (26) તરીકે થઈ છે. તે જ સમયે આશિષ મિશ્રા પાસેથી મળેલા આઈડી કાર્ડમાં તે આર્મીમાં મેજર હોવાનું બહાર આવ્યું છે.
જો કે પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને લોકો ગંગોત્રી ધામ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ખાઈમાં પડી જતાં હેલમેટ પણ ચકનાચૂર થઈ ગયું હતું.
ભયંકર અકસ્માત થતા અફરાતફરી
જાણવા મળી રહ્યું છે કે, બંને ઉત્તરાખંડ ફરવા આવ્યા હતા અને સોમવારે ગંગોત્રી ધામ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક ખાઈમાં પડી જતાં હેલમેટ પણ તૂટી ગયું હતું. અકસ્માત કેવી રીતે થયો તે અંગે પોલીસ હજુ કંઈ કહી શકી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે.જો કે આ ઘટનાની સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ કરાતાં પરિવારજન શોકગ્રસ્ત બન્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App