accident in Ankleshwar: રાજ્યભરમાં સતત વધી રહેલા અકસ્માતો વચ્ચે વધુ એક અકસ્માત અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર સર્જાયો છે. નેશનલ હાઇવે પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર બાઇક સવારને ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે (accident in Ankleshwar) જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઇવે 48 પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં સજોદ ગામના જયેશ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ટ્રાફીકજામના દ્વશ્યો સર્જાયા હતા. અકસ્માતના બનાવ પગલે સ્થાનિક લોકો ટોળુ એકઠું થઇ ગયું હતું. પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે પણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું
ગઈકાલે બારડોલી-વાલોડ રોડ પર સરેઠી ગામની સીમમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાલોડના બુહારી ગામના તળાવ ફળિયામાં રહેતા 39 વર્ષીય વિજયભાઈ બાબુભાઈ રાઠોડ પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર GJ 26 Q 1003 લઈને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.આ દરમિયાન વાંકાનેર ગામ તરફથી આવી રહેલી હીરો સુપર સ્પ્લેન્ડર (GJ 19 AC 3314)ના ચાલકે પૂરઝડપે વાહન હંકારીને વિજયભાઈની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને વાહનચાલકો રોડ પર પટકાયા હતા.સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App