સરકારી પરીક્ષા આપવા પહોંચેલ યુવકની હોલ ટિકિટ લઈ ઉડી ગઈ સમડી, પછી જે થયું જુઓ વીડિયોમાં

eagle viral video: કેરળના કાસરગોડમાં ગુરુવારની સવારે એક વિચિત્ર ઘટના બની હતી. સમાચાર અનુસાર કેરળ લોક સેવા આયોગની પરીક્ષા થનારી હતી. એવામાં એક સમડી આવી અને એક જ ઝાટકે એક પરીક્ષાર્થીની હોલ ટિકિટ લઈને ઉડી ગઈ. સવારે 7:30 વાગે પરીક્ષાનો (eagle viral video) બેલ વાગવા પહેલા જ આ ઘટના ઘટી હતી, જેના લીધે પરીક્ષાર્થી મુશ્કેલીમાં મુકાયો હતો.

ત્યાં હાજર 300 વિદ્યાર્થીઓ સહિત સરકારી અધિકારી તે સમયે આશ્ચર્ય પામી ગયા હતા, જ્યારે સમડીએ હોલ ટિકિટ છીનવી લીધી અને ચૂપચાપ સ્કૂલના ઉપરના માળ પર બારી પર બેસી ગઈ હતી. જે બાદ તેને પોતાની ચાંચમાં આ હોલ ટિકિટ દબાવી લીધી હતી. પરીક્ષાર્થીઓએ સમડીને પથ્થર મારી ટિકિટ પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ વિદ્યાર્થીને એવું લાગી રહ્યું હતું કે પથ્થર મારવાને કારણે આ સાંભળી ઉડી જશે.

શોર બકોર અને નીચે ભીડ જમા થઈ હોવા છતાં સમડીએ તે તમામની ચિંતા કર્યા વગર ઘણી વાર સુધી હોલ ટિકિટને પકડી રાખી હતી. સમય વીતતો ગયો. પરીક્ષા માટેનો છેલ્લો બેલ વાગવાનો સમય નજીક આવી ગયો હતો અને છેલ્લે તે જ સમયે સમડીએ તે હોલ ટિકિટ છોડી દીધી હતી. ત્યારબાદ વિદ્યાર્થીએ રાહતનો શ્વાસ લીધો હતો અને સમયે પરીક્ષા હોલમાં પહોંચી ગયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે હોલ ટિકિટ વગર પરીક્ષા આપવા દેવામાં આવતી નથી.

વીડિયોમાં કેદ આ વિચિત્ર દ્રશ્ય ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. હોલ ટિકિટ પાછી મળી જવાને કારણે વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શક્યો હતો. અધિકારીઓએ પણ આગળ જતા વિદ્યાર્થીને કોઈ પરીક્ષા આપવામાં મુશ્કેલી ન આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.