સામાન્ય રીતે યુવક યુવતીઓ સામે ગંદા ઈશારા કરી છેડતી કરતા હોવાના કિસ્સા સાંભળ્યા છે, પરંતુ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં પે એન્ડ યુઝમાં નોકરી કરતા યુવકને સ્થાનિક યુવતી ખોટા ઈશારા કરે છે. આ બાબતે યુવકે તેની પત્નીને આ વાત કરતાં તે આ યુવતીને સમજાવવા ગઈ હતી, જેમાં મામલો બિચકતાં પોલીસ સ્ટેશનમાં વાત પહોંચી હતી.
સમાધાન થતાં મહિલાએ યુવતી સામે અરજી આપી હતી. જોકે બાદમાં ફરી યુવતીએ બોલાચાલી કરતાં દંપતી અને યુવતી પોલીસ સ્ટેશન ગયાં હતાં. યુવતીએ જાતે હાથ પર બ્લેડથી ઈજાઓ પહોંચાડી હતી. શાહીબાગ પોલીસે યુવતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ બિહારના અને હાલ બાપુનગરમાં રહેતો યુવક શાહીબાગ વિસ્તારમાં પે એન્ડ યુઝમાં નોકરી કરે છે. નજીકમાં આવેલી એક ચાલીમાં રહેતી યુવતી આ યુવકને જોઈને ગંદા ઈશારા કરતી હતી.
આવું ન કરવાનું કહેવા છતાંય તે ઈશારા કરતી હતી. યુવકે તેની પત્નીને કહ્યું હતું કે તે જે પે એન્ડ યુઝ પર કામ કરે છે ત્યાં યુવતી આવા ઇશારા કરે છે, જેથી રવિવારે મહિલા તેના પતિ સાથે ત્યાં પહોંચી હતી, જ્યાં યુવતી હાજર મળી આવતાં મહિલાએ તેને તેના પતિને એવા ખોટા ઈશારા ન કરવાનું કહેતાં ઝઘડો થયો હતો. મહિલાએ પોલીસ બોલાવતાં પોલીસ ત્રણેય લોકોને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લાવ્યાં હતાં, જ્યાંથી યુવતી ભાગી ગઈ હતી. મહિલાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
યુવતીએ ફરી મહિલા અને તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો. યુવતીએ પોલીસ બોલાવતાં ફરી ત્રણેય લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતાં, જ્યાં આ યુવતીએ મહિલાને લાફા માર્યા અને તેના પતિને પણ માર મારી ગંદા શબ્દો બોલી ધમકીઓ આપી હતી. જોકે બાદમાં થોડા જ સમયમાં આ યુવતીએ તેના જોડે સંતાડેલી બ્લેડ કાઢી પોતાના હાથ પર ઈજાઓ પહોંચાડી હતી. શાહીબાગ પોલીસે આ યુવતી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle