લગ્ન બાદ પત્નીના પેટ પર સ્ટ્રેચ માર્ક જોઈ ભડક્યો પતિ, પહેલા તપાસ થશે પછી લગ્ન જીવન વિશે વિચારીશું

Agra divorce due to stretch marks: આગ્રાના પરિવાર પરામર્શ કેન્દ્ર પર અનેક વિચિત્ર કેસ આવતા રહે છે. એવો જ એક વિચિત્ર કેસ હમણાં તાજેતરમાં જ સામે આવ્યો છે. સ્ટ્રેચ માર્કની તપાસ થયા બાદ જ હવે નિર્ણય આવશે. એવું ન કર્યું તો હું તારી સાથે નહીં રહું. (Agra divorce due to stretch marks)પરિવાર પરામર્શ કેન્દ્રમાં એવો મામલો સામે આવ્યો કે પતિ પત્નીના સંબંધને લાંછન લગાવે છે. નોઈડામાં રહેતી યુવતીના લગ્ન અગ્રાના યુવક સાથે દોઢ વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ જ્યારે યુવકે છોકરીને જોઈ તો તેના પેટ પર સ્ટ્રેચ માર્ક હતા. તેના વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો છોકરીએ જણાવ્યું કે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

છોકરાનો આરોપ હતો કે લગ્ન પહેલાં મને જણાવવામાં આવ્યું હતું કે તેનું કોઈ પણ પ્રકારનું ઓપરેશન થયું નથી. તેમજ છોકરાનું કહેવું હતું કે સ્ટ્રેચના નિશાન ડિલિવરી વખતે આવે છે. તો હવે હું આ નિશાન વિશે શું કહું. લગ્નના પહેલા જ દિવસે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. લગ્નના બીજા દિવસે છોકરી પિયર ચાલી ગઈ હતી. ત્યાર બાદ આ મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. છોકરાનું કહેવું હતું કે જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી હતી, તો ઓપરેશન થયું હતું તે જણાવી દેવું જોઈએ હતું. ઓપરેશન ના નિશાન અલગ હોય છે. આ નિશાન મને પ્રેગ્નન્સીના લાગી રહ્યા છે.

કાઉન્સેલર ડોક્ટર અમિતનું કહેવું છે કે આ છોકરીને અલ્ટ્રા સાઉન્ડ દેખાડવામાં આવ્યું તો તેના ગર્ભાશયમાં ફાઇબ્રોઈડ છે. પહેલા પણ તેનું ઓપરેશન થઈ ચૂક્યું છે. છોકરીનું કહેવું છે કે સગાઈ બાદ તેને આ જાણકારી આપી હતી. હવે તે મારા ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યો છે. તેમજ પતિની શરત છે કે પહેલા સ્ટ્રેચ માર્કની તપાસ થાય. ત્યારબાદ જ સમાધાન કરીશ. કારણ કે મારા સાથે છેતરપિંડી કરી લગ્ન કરવામાં આવ્યા છે. હવે આ બંનેને 13 ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી છે.