સ્થાનિક ચૂંટણીમાં આપ, કોંગ્રેસના સુપડા સાફ, તમામ નગરપાલિકામાં ભાજપની જીત, જાણો વિગતે

Gujarat local body election: રાજ્યની પાલિકા અને પંચાયતની ચૂંટણીના આજે પરિણામ આવશે. પાલિકા-પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આજે પાંચ હજારથી વધુ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થશે. સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાનું ચૂંટણીનું પણ આજે (Gujarat local body election)પરિણામ આવશે. 68 નગરપાલિકાઓમાં કોનું શાસન આવશે તેનો થોડી જ ક્ષણોમાં નિર્ણય આવી જશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 58 ટકા જ મતદાન થયું છે. 213 બિનહરીફ થયેલી બેઠકો સિવાયની બેઠકોની મતગણતરી ચાલુ થયું છે.

66 નગરપાલિકાઓનું સરેરાશ 61.65 ટકા મતદાન નોંધાયું છે જેમાં,જૂનાગઢ મનપાનું 44.32 ટકા મતદાન નોંધાયું,જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન 43.67 ટકા,તા.પં.ની સામાન્ય ચૂંટણીનું મતદાન 65.07 ટકા,તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન 57.01 ટકા,આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાશે.કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતુ,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન હતું,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો હતા.

છોટાઉદેપુરમાં પહેલા વોર્ડમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું
છોટાઉદેપુરના નપા મતગણતરીમાં વોર્ડ નં 1નું પરિણામ જાહેર કરાયું.પહેલા વોર્ડમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું જેમાં ચૂંટણીમાં 1 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. 7 વોર્ડમાં 28 બેઠકો માટે 99 ઉમેદવારો વચ્ચે છે જંગ જામ્યો છે અને ઉમેદવારોના સમર્થકોના ટોળા મત ગણતરીના સ્થળે જોવા મળી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકામાં આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોની જીત
દેવભૂમિ દ્વારકાના સલાયા ન.પા.ની વોર્ડ નં-1ની મત ગણતરી પુર્ણ થઈ ગઈ છે. જેમાં વોર્ડ નં-1માં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોની જીત થઈ છે. કુલ 27 સીટોની ગણતરીમાં 4માં આમ આદમી પાર્ટી ઉમેદવારો આગળ છે.

સિંહોરમાં ભાજપ પેનલ વિજેતા

સિંહોર નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપ પેનલ વિજેતા

સોનગઢમાં ભાજપના ચારેય ઉમેદવારોનો થયો ભવ્ય વિજય

સોનગઢ નપા ચૂંટણીનું વોર્ડ નં.1નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં ભાજપના ચારેય ઉમેદવારોનો થયો ભવ્ય વિજય થયો છે. સોનગઢ નગરપાલિકાની વોર્ડ નં.2ની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. વોર્ડ નં. 2ની 4 બેઠક પર ભાજપ વિજય બની છે. અને વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ બની વિજય બની છે. કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. અને ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુર માં પહેલા વોર્ડમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું
છોટાઉદેપુર નપા મતગણતરીમાં વોર્ડ નં 1નું પરિણામ જાહેર થયું છે અને પહેલા વોર્ડમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે.
જેમાં ચૂંટણીમાં 1 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. નપા મતગણતરી વોર્ડ નં. 2નું પરિણામમાં પણ
ચારેય ભાજપ ઉમેદવારોની જીત થઈ છે.

કચ્છના તાલુકા પંચાયતમાં ભાજપની જીત
કચ્છના માંડવીના દશરડી તા.પં.માં ભાજપના ઉમેદવાર વિજયી થયા છે જેમાં 1708 મતથી ભાજપનો થયો વિજય થયો છે. મુંદરાની ભુજપુર તા.પં. સીટ પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જેમાં ઉમેદવાર નારાણ સાખરાની 999 વોટથી જીત નોંધાવી છે.

રાપર પાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની જીત
રાપર પાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની જીત નોંધી છે,જેમાં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે આપને જણાવી દઈએ કોંગેસ હજુ સુધી ખાતું પણ ખોલાવી નથી શકયું. વોર્ડ 1.માં 4 ઉમેદવારો વિજેતા બનતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

ધ્રોલ નપા વોર્ડ નં.1 ની મતગણતરી પૂર્ણ
ધ્રોલ નપા વોર્ડ નં.1માં ભાજપ પેનલના ચારેય ઉમેદવારો વિજય થયો છે.

સુરતમાં વોર્ડ નંબર 18માં ભાજપની જીત
સુરતમાં યોજાયેલ ચૂંટણીના પરિણામ આવવા લાગ્યા છે. ત્યારે વોર્ડ નંબર 18 ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ત્યારે વોર્ડ નંબર 18 ની આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. જેમાં તેમને કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોને માત આપી 7 હજાર 86 મતો ની લીડથી જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર જીતુ કાછડને 17359 મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદી 10273ને મતો મળ્યા છે તો બીજી તરફ આપ પાર્ટીના ઉમેદવાર સુરજ આહિરને 1917 મતો મળ્યા છે. તમને જણાવી દઈએ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ભાજપનો કબ્જો જોવા મળી રહ્યો છે. જાહેર થયેલા પરિણામમાં 464 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે આજે જાહેર થયેલા પરિણામમાં 39 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.