વધુ એક AAP નેતા ને મળ્યા જામીન, દોઢ વર્ષ બાદ થશે જામીન મુક્ત

દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને (satyendra jain) જામીન આપ્યા છે. કોર્ટે તેને શરતી જામીન આપ્યા છે, તે દેશની બહાર જઈ શકશે નહીં.

દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને જામીન આપ્યા છે. કોર્ટે તેને શરતી જામીન આપ્યા છે, તે દેશની બહાર જઈ શકશે નહીં. કોર્ટે કહ્યું કે સત્યેન્દ્ર જૈને લગભગ 18 મહિના જેલમાં સજા ભોગવી છે. જો કે EDએ સત્યેન્દ્ર જૈનના જામીનનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે કહ્યું હતું કે તે જેલમાં લાંબી સજા ભોગવી ચૂક્યો છે. તેથી, હાઇકોર્ટે કહ્યું કે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી મંજૂર છે, તેમણે રૂ. 50,000ના અંગત બોન્ડ ભરવા પડશે.

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે તેમને જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે સતેન્દ્ર જૈન લાંબા સમયથી જેલમાં છે. ટ્રાયલ જલ્દી પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા નથી. મની લોન્ડરિંગના આરોપમાં સત્યેન્દ્ર જૈનની 30 મે 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ 2017માં તેમની સામે એફઆઈઆર નોંધી હતી. આમાં તેના પર ફેબ્રુઆરી 2015 થી મે 2017 વચ્ચે બિનહિસાબી સંપત્તિ પ્રાપ્ત કરવાનો આરોપ હતો.

શુક્રવારે જામીન મેળવતા પહેલા જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈને પરિવારના સભ્યોની બિમારી જેવા સંજોગોને ટાંકીને જામીન માટે અનેક અરજીઓ કરી હતી આ સાથે તેણે પત્નીની ઈજા અને નાની પુત્રીની બીમારીના આધારે ચાર સપ્તાહની રજા પણ માંગી હતી. વચગાળાના જામીન માંગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે અરજી ફગાવી દીધી હતી.