આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
ત્યારે આજે શિક્ષક દિવસ નિમિતે આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરા અને આપ યુથ વિંગ સુરત દ્વારા શિક્ષકોનું શોષણ બંધ કરીને એમનું સાચું સન્માન કરવા માટે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુણવત્તાસભર શિક્ષણ માટે આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ પણ કરી છે.
આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ માંગણીઓ કરતા કહ્યું છે કે, પ્રાઈવેટ શાળાઓને નિભાવ ખર્ચ આપીને શિક્ષકો અને વાલીઓનું શોષણ બંધ કરવામાં આવે. સાથે સાથે તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવામાં આવે અને તમામ સરકારી શાળાઓને ક્લાર્ક, પટ્ટાવાળા, સફાઈકર્મીઓ, વોચમેન, વગેરે જેવો બિન-શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડવામાં આવે.
વધુમાં જણાવતા આમ આદમી પાર્ટીએ જણાવતા કહ્યું છે કે, શિક્ષકો પાસે શિક્ષણ સિવાયનું કોઈ પણ કાર્ય ન કરાવીને ફક્ત ને ફક્ત બાળકોના શિક્ષણ ઉપર જ સંપૂર્ણ ધ્યાન અપાવવામાં આવે. સાથે કોઈ પણ સરકારી કે રાજકીય કાર્યક્રમો ખાતર શાળાનું શૈક્ષણિક કાર્ય ક્યારેય સ્થગિત કરાવવામાં ન આવે. શિક્ષકો ઉપરના ખોટા રાજકીય દબાણો દૂર કરીને એમને સારામાં સારું શિક્ષણ-કાર્ય કરાવવા માટેની સ્વતંત્રતા આપવામાં આવે. આ પ્રકારની માંગણીઓ આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી સમક્ષ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી યુથ વિંગ સુરત દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સલાબત પુરા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરા સહિત 6 કાર્યકર્તાઓ ની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.