આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઇ શકે તેમ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જી શકે છે. જોવા જઈએ તો ચાર વાગ્યે આમ આદમી પાર્ટીના અંદાજે 30 જેટલા ચૂંટણી લડેલા નેતાઓ ભગવો ધારણ કરી શકે છે. સાથે સાથે 20 જેટલા હોદ્દેદારો અને 20 જેટલા પૂર્વ હોદ્દેદારો આજે ચાર વાગ્યે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે અને ભાજપના જોડાશે.
સુરત જિલ્લાના આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ બટુક વાડોદરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાશે. આ પરથી લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટું ભંગાણ સર્જાઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આગામી દિવસોમાં જિલ્લા જિલ્લા એ આમ આદમી પાર્ટીમાં ભંગાણ આ માટે કાર્યક્રમો યોજાશે. સાથે સાથે જાણવા મળ્યું છે કે, સુરતના એક મોટા ઉદ્યોગપતિ એ આ ઓપરેશન પાર પાડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.