રાજકોટ નજીક માતેલા સાંઢની જેમ પરિવાર પર યુટિલિટી ફરી વળી, જુઓ ભયંકર અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો

હાલમાં હાઇવે ઉપર આર.કે.યુનિવર્સીટીના ગેટ સામે વાહનની રાહ જોઈને બેઠેલા ગઢકાના પરિવાર ઉપર માતેલા સાંઢની જેમ આવતી યુટિલિટી ફરી વળી હતી. આ ઘટનામાં પરિવારની 14 વર્ષની દીકરી કોમલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત મૃતકના માતા-પિતા, ભાઈ અને યુટિલિટીમાં બેઠેલા 3 લોકોને ઇજા થઇ હતી. આથી તમામને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ થઇ છે. પોલીસે ચેક કરતા યુટિલિટીમાંથી દારૂની દોઢ બોટલ મળી આવતા મધ્યપ્રદેશના શખ્સ સામે અલગથી ગુનો નોંધાયો હતો.

રાજકોટના ગઢકા ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ બથવારના કાકાના દિકરા ભાઈના 16 માર્ચના રોજ લગ્ન હતાં તેથી પત્ની રંજનબેન 3 વર્ષના પુત્ર દેવાંશુ અને 14 વર્ષની દીકરી કોમલ સાથે કપડાંની ખરીદી કરવા માટે રાજકોટ આવતા હતા. ત્યારે ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ તેઓ વાહનની રાહ જોઈને આર.કે. યુનિવર્સીટી સામે એક વૃક્ષ નીચે બેઠા હતા. આ દરમિયાન MP-14GC-0965 નંબરની ભાવનગર તરફથી આવતી યુટિલિટીના ચાલકે બથવાર પરિવાર ઉપર યુટિલિટી ચડાવી દીધી હતી. આ ઘટનામાં કોમલનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતમાં પ્રવીણભાઈ, રંજનબેન, દેવાંશુ, યુટિલિટીમાં બેઠેલા ચાલક બળવંતસિંગ રામસીંગ સીસોદીયા, દિપક મોતીલાલ અને સાજીદ મહમદ એમ 6 વ્યક્તિઓને ઇજા પહોચી હતી અને તમામને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

ઘટનાને પગલે આજી ડેમ પોલીસ સ્ટેશનના PSI જી.એન. વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. અકસ્માતમાં બાળકીનું મોત થતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. તેમજ ગાડી ચેક કરતા અંદરથી દારૂની એક આખી બોટલ અને એક અડધી બોટલ પણ મળી આવતા 879 રૂપિયાનો દારૂ અને 4 લાખની યુટિલિટી કબ્જે કરી બળવંતસિંહ રાજપૂત સામે દારૂનો અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *