કાળમુખા અકસ્માતથી ધ્રુજી ઉઠયું સુરત- કારને બચાવવા જતા ડમ્પરે બ્રેક મારી અને… લક્ઝરી બસના ચીંથરાં ઉડ્યા, લાશોની હાલત કોઈ કાળજું કંપી ઉઠશે

Surat, Gujarat: રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો જોવા મળે છે, ત્યારે સૌથી વધુ અકસ્માતોની ઘટના હાઇવે પર જ નોંધાય છે. અનેક લોકો વધુ સ્પીડને કારણે પોતાનો જીવ ગુમાવે છે ત્યારે અનેક લોકો સામેવાળાની ભૂલને કારણે પણ જીવન ગુમાવે છે. આજે આપણે એવા જ એક કિસ્સા વિષે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.

આ ઘટના સુરત જિલ્લામાં આવેલા કોસંબા નજીક સર્જાઈ છે. સુરત જિલ્લાના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ બનાવથી તમામ લોકોમાં ચકચાર મચી ગઈ છે. ઘટના એમ હતી કે, ડમ્પરચાલકે કારને બચાવવા માટે બ્રેક મારી ત્યારે પાછળથી આવી રહેલી બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી.

આ અકસ્માત ખુબજ ભયંકર હતો. અકસ્માતમાં JCBની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં ઘટના સ્થળેજ બેનાં કમકમાટી ભર્યાં મોત થયા હતા અને 4 લોકોને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને 108ની મદદથી તાત્કાલિકજ હોસ્પિટલ સારવાર માટે મૂક્લ્વામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બસમાં સવાર લોકોને તો જાણે સાક્ષાત યમરાજનાં દર્શન થઈ ગયાં હોય એમહજુ પણ ધ્રૂજી રહ્યા છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ડમ્પરચાલક પસાર થઈ રહ્યો હતો અને ત્યારે ડમ્પરચાલકની આગળના ચાલતી કારે અચાનક બ્રેક મારી અને તેથી ડમ્પરચાલકે પણ બ્રેક મારી હતી. ત્યારે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી બસ ડમ્પરની પાછળ ચાલી રહી હતી અને એકદમથી બ્રેક મારતાં બસચાલક બ્રેક ન મારી શક્યો તેથી બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી.

મળેલી માહિતી અનુસાર મૃતકના નામ જગદીશભાઈ પરભુભાઈ દાલસણીયા છે, જગદીશભાઈ બસના ડ્રાઇવર હતા. અને મિતેષભાઈ માવજીભાઈ જાદવાણી જેમની ઉંમર 40 વર્ષ છે. આ બંનેના કમકમાટી ભર્યાં મોત નીપજ્યા હતા. તે ઉપરાંત હેત્વ મિતેશભાઈ ભદવાણી (15), નિશાબેન રાજુભાઇ વાદેચા (19), ધીરુભાઈ પરભુભાઈ રિવીજા (69), વિઠ્ઠલભાઈ વિરજીભાઈ માલવીયા (64), રેખાબેન રાજુભાઇ વાદેચા (45), પુષ્ટિબેન અનિલભાઈ વાદેચા (22) આ છ લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્તો થયા હતા. 108ની 3 જેટલી ટીમોની મદદ લઇને કામરેજની દિનબંધુ અને સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *