જાનૈયાઓથી ભરેલી બસ મરણચીસોથી ગુંજી ઉઠી, ડ્રાઈવરને જોકું આવતા સર્જાયો અકસ્માત- 3 લોકોના કરુણ મોત

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના કન્નૌજ(Kannauj)માં શનિવારે એટલે કે આજરોજ સવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો હતો. બારાતથી ભરેલી ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં વરરાજાના પિતા અને ભાઈ સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, 7 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને યુપેડાના જવાનોએ સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કર્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ શરૂ કરી હતી. તે જ સમયે, ક્રેનની મદદથી બસને હટાવ્યા બાદ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આ અકસ્માત વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો:
શનિવારે એટલે કે આજરોજ સવારે લગભગ 3.45 વાગ્યે દિલ્હીથી અયોધ્યા જઈ રહેલી બારાતીઓને લઈ જતી ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ હતી. બધા બારાતી બસમાં સવાર હતા. બસ આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે થઈને અયોધ્યા જઈ રહી હતી. બસ જેવી જ તલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના મચૈયા ગામ પાસે પહોંચી, તે જ સમયે ડ્રાઈવરને જોકું આવી ગયું અને બસ બેકાબૂ થઈને આગળ વધી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.

જાનૈયાઓમાં મચી અફરાતફરી:
અથડામણ થતાં જ જાનૈયાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં વરરાજાના પિતા રામચેલ, ભાઈ રવિ અને ગાઝિયાબાદના લોની નિવાસી વિજેન્દર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સંજીવ કુમાર, સુનિલ કુમાર, રાકેશ, કુન્ની ઠાકુર, વિનોદ સિંહ સહિત સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને UPDA ટીમ દ્વારા એમ્બ્યુલન્સની મદદથી તેઓને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર દરમિયાન ડોક્ટરોએ ત્રણ લોકોની હાલત જોતા કાનપુર રીફર કર્યા છે.

લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ:
દિલ્હીના મૌજપુરના રહેવાસી દેવેન્દ્રના લગ્ન અયોધ્યામાં નક્કી થયા હતા. પરિવારમાં લગ્ન હોવાને કારણે ચારેબાજુ ખુશીનો માહોલ હતો પરંતુ આ અકસ્માતના સમાચાર મળતા જ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો હતો. વરરાજાના પિતા અને ભાઈના મૃત્યુના કારણે બંને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે વરરાજાના પિતા રામચેલ સહિત ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *